Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિમાલયા મોલમાં 'બુદ્ધા સ્પા'માં ચાલતું કૂટણખાનું ઝડપાયું:પોલીસે ડમી ગ્રાહક મોકલતા નોર્થ ઈસ્ટ યુવતીઓ સાથે દેહવેપાર કરાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો

    1 week ago

    અમદાવાદ શહેરના અનેક સ્પાની આડમાં દેહવેપારની પ્રવૃતિઓ ચાલી રહી છે ત્યારે મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હિમાલયા મોલમાં ચાલી રહેલા સ્પામાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો.ગ્રાહકે પોલીસને જાણ કરતા પોલીસે રેડ કરી ત્યારે સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.સ્પામાંથી નોર્થ ઈસ્ટની ત્રણ યુવતીઓ પણ મળી આવી હતી.સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. એમ પટેલને બાતમી મળી હતી જેના આધારે હિમાલય મોલમાં ચાલી રહેલા બુદ્ધા સ્પામાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. ડમી ગ્રાહક જ્યારે સ્પામાં ગયો ત્યારે અંદર મસાજની સાથે દેહવેપારની પ્રવૃતિઓ ચાલી રહી હોવાની જાણ થઈ હતી જેથી ડમી ગ્રાહકે પોલીસને મેસેજ કર્યો હતો જે બાદ પોલીસ દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી હતી. સ્પામાં રેડ દરમિયાન 3 નોર્થ ઈસ્ટની યુવતીઓ મળી આવી હતી. યુવતીઓે પ્રતિ ગ્રાહક 1000 રૂપિયા અપાતા હતા પોલીસે ત્રણેય યુવતીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે સ્પાનો મેનેજર સની સંતોષ અને સ્પાનો માલિક ઇરશાદ સૈયદ (રહે - જસાબની ગલી લાલદરવાજા) યુવતીઓ સાથે દેહવેપાર કરાવી પ્રતિ ગ્રાહક 1 હજાર રૂપિયા આપતા હતા.પોલીસે યુવતીઓને મુક્ત કરાવી હતી.જે બાદ સ્પાના મેનેજરને પકડ્યો હતો.મેનેજર બહાનું આપીને નાસી ગયો હતો.સમગ્ર મામલે પોલીસે સ્પાના માલિક અને મેનેજર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સલમાન-આમિર પણ ગુજ્જુ સિંગર જયદેવ ગોસાઇના ચાહક:રાજકોટમાં વેઇટર તરીકે કામ કર્યું, પહેલાં કાર્યક્રમના 250 રૂપિયા મળ્યાં હતા, ભાસ્કરને જણાવ્યા અજાણ્યા કિસ્સા
    Next Article
    જૂનાગઢમાં જામી ઈદની રંગત:​ઈદગાહ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી, પદ્મશ્રી હાજીભાઈ રમકડુંનું સન્માન કરાયું, હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગળે મળી પાઠવી મુબારકબાદી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment