Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલનાં ઝનાના વોર્ડમાં મહિનાઓથી ફાયર સિસ્ટમ બંધ:રાજકોટનાં તબીબી અધિક્ષકે એજન્સીને નોટિસ આપી તાત્કાલિક મેન્ટેનન્સ કરવા આદેશો આપ્યા, ઓડિશાની ઘટના બાદ તંત્ર હરકતમાં

    6 days ago

    ઓડિશાના કટકમાં તાજેતરમાં હોસ્પિટલ અગ્નિકાંડની દુર્ઘટના બની હતી. જેને પગલે રાજકોટ સિવિલનાં તંત્ર દ્વારા પણ ફાયર સેફટી મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના ઝનાના (ગાયનેક) વોર્ડમાં 5 મહિનાથી ફાયર સિસ્ટમ બંધ હોવાની ચોંકાવનારી જાણકારી સામે આવી હતી. જેને પગલે સિવિલ ખાતે આવતા સૌરાષ્ટ્રભરનાં હજારો દર્દીઓની સલામતી માટે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ તાત્કાલિક મેન્ટેનન્સની કામગીરી સંભાળતી ગોપાલ એજન્સીને નોટિસ ફટકારી છે. અને તાત્કાલિક ધોરણે મહિનાઓથી બંધ ફાયર સિસ્ટમનું મેન્ટેનન્સ કરવાનાં આદેશો આપ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલના ઝનાના બિલ્ડિંગમાં સ્થાપિત કરવામાં આવેલી ફાયર સેફ્ટી પેનલ છેલ્લા 5 મહિનાથી ટેકનિકલ ખામીના કારણે સાવ બંધ હાલતમાં છે. ઝનાના હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓ પ્રસૂતિ માટે આવતી હોય છે અને અહીં નવજાત શિશુઓનો અત્યંત સંવેદનશીલ વોર્ડ પણ આવેલો છે. જો આવી જગ્યાએ આગ જેવી કોઈ આકસ્મિક દુર્ઘટના બને, તો ખૂબ મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ ગંભીર બેદરકારી સામે આવતા હવે તંત્ર દ્વારા એક્શન મોડમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ઓડિશાના કટકમાં એક હોસ્પિટલમાં લાગેલી ભયાનક આગને કારણે જે કરુણ દ્રશ્યો સર્જાયા હતા, તેનાથી આખા દેશનું આરોગ્ય તંત્ર હચમચી ગયું છે. રાજકોટમાં આવી કોઈ પણ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે હેતુથી સિવિલ અધીક્ષક ડો. મોનાલીએ સક્રિયતા બતાવી છે. તેમણે ફાયર સેફ્ટીનું મેઇન્ટેનન્સ સંભાળતી એજન્સીને તાત્કાલિક નોટિસ પાઠવી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ઝનાના વોર્ડ જેવી અતિ મહત્વની જગ્યાએ ફાયર પેનલ બંધ રહેવી તે અક્ષમ્ય છે અને તેનું તાત્કાલિક સમારકામ કરીને રિપોર્ટ સોંપવો અનિવાર્ય છે. દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ તંત્ર દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવતી હોય છે. જેમાં છેલ્લા થોડા મહિનાથી સિવિલ હોસ્પિટલના ઝનાના વોર્ડમાં ફાયર સિસ્ટમ બંધ હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. દર્દીઓની સુરક્ષા સાથે આ ગંભીર ચેડા હોવાથી આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે. અને અહીં ફાયર સિસ્ટમ મેન્ટેનન્સ કરવાનું કામ સંભાળતી ગોપાલ એજન્સીને ફાયર સિસ્ટમ તાત્કાલિક કાર્યરત કરવા માટે આખરી અલ્ટીમેટમ અપાયું છે. તેમજ પાંચ માસ સુધી સિસ્ટમ બંધ રહેવા માટે ખુલાસો માંગવામાં આવ્યો છે. જો કામગીરીમાં વિલંબ થશે તો નિયમ અનુસાર કડક પગલાં લેવાની ખાતરી પણ તેમણે આપી છે. ઝનાના હોસ્પિટલ એટલે કે સ્ત્રી રોગ વિભાગમાં રોજ હજારો લોકોની અવરજવર હોય છે. અહીં અત્યંત આધુનિક ઓપરેશન થિયેટર, લેબર રૂમ અને NICU (નવજાત શિશુ સઘન સારવાર વિભાગ) જેવા વિભાગો કાર્યરત છે. સિવિલ સર્જનની સૂચના મુજબ, કોઈપણ સંજોગોમાં દર્દીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ત્યારે ફાયર પેનલનું મેઇન્ટેનન્સ કરીને સિસ્ટમને રનિંગ કન્ડિશનમાં લાવવા માટે એજન્સીને આખરી ઓલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ અધિક્ષકની કડક કાર્યવાહી બાદ હોસ્પિટલના અન્ય તમામ વિભાગોમાં પણ ફાયર સેફ્ટીના સાધનોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં જો એજન્સી દ્વારા ફરીથી આવી કોઈ બેદરકારી દાખવ્યાનું સામે આવશે, તો તેમની સામે કાયદેસરના પગલાં લેવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગા-સંબંધીઓ સંપૂર્ણ સુરક્ષિત રહે તે માટે ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ, સ્પ્રિંકલર અને એલાર્મ સિસ્ટમની ત્વરિત મરામત શરૂ કરવાના આદેશો છૂટ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની ઈરાની તેલ ખરીદી પર 30 દિવસની છૂટ:ગ્લોબલ માર્કેટમાં 14 કરોડ બેરલ તેલ આવશે; ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેશે
    Next Article
    Eid al-Fitr 2026 Live: PM Modi Conveys Eid Greetings, Hopes For Further Brotherhood

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment