Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરાઈ:શહેરમાં સિંધી સમાજના નવા વર્ષ ચેટીચંડની ધામધૂમથી કરાઇ ઉજવણી

    1 week ago

    સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના જન્મ દિવસે સિંધી સમાજ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમ, બ્લડ ડોનેશન કેમ્પ, ભવ્ય શોભાયાત્રા, ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાયું હતું. ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં વસતા સિંધી સમાજ દ્વારા આજે ચૈત્ર બીજ ચેટીચંડની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવેલ. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઝુલેલાલ મંદિરોમાં સવારથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ કાર્યક્રમોનો લાભ લઈને ધન્યતા અનુભવેલ. શહેરના રસાલા કેમ્પ તેમજ આનંદનગરમાં આવેલ ઝુલેલાલ મંદિરમાં બપોરે ભંડારા પ્રસાદનું આયોજન કરેલ છે તેમજ સાંજે સિંધુનગરમાં આવેલ મુખ્ય ઝૂલેલાલ મંદિર તેમજ નવજવાન મંડળ ખાતે મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. સવારે બ્લડ ડોનેશન કેમ્પ રસાલા કેમ્પ ખાતે રાખવામાં આવેલ. તેમજ બપોરે 4 કલાકે સંત પ્રભારામ જલાશ્રમ રૂપમ ચોકથી જુના બંદર સુધી ભવ્ય શોભાયાત્રા નિકળેલ જે જૂના બંદર ખાતે આવેલ દરિયાલાલ ધામ ખાતે પૂર્ણ થયેલ. ત્યાં અખા સાહેબ, પલ્લવ સાહેબ, ધૂન સહિત વિધિપૂર્વક ઉજવણી કરવામાં આવેલ. ડીજે તેમજ ભક્તિના ભજનો સાથે શોભાયાત્રામાં સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે NATO દેશોને કાયર ગણાવ્યા:કહ્યું- અમેરિકા વિના તેઓ 'કાગનો વાઘ', યુદ્ધમાં સાથ નથી આપ્યો તેને યાદ રાખીશું
    Next Article
    વેધર રિપોર્ટ:વાવાઝોડામાં વિરામથી રાહત, ઠંડા પવનથી તાપમાન ત્રણ ડિગ્રી ઘટ્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment