Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાઝી ગયેલી હાલતમાં ચોથા માળેથી કૂદતા મોત:સુરતમાં એમ્બ્રોડરીના કારખાના ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનામાં સારવાર દરમિયાન વધુ એકનું મોત, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

    4 days ago

    સુરતમાં કાપોદ્રા વિસ્તારના ભરતનગરના એક કાપડ યુનિટમાં ગુરુવાર વહેલી સવારે બે ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં દાઝી ગયેલા 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રીજા માળે દાઝી ગયેલા 11 કામદારોને ફાયરજવાનો દ્વારા રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. ગુરુવારે વહેલી સવારે પહેલા માળે એકાએક આગ લાગી હતી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા વિસ્તારમાં આવેલ ભરતનગરમાં ત્રણ માળની બિલ્ડીંગમાં કાપડ યુનિટ આવેલુ છે. જેમાં ગુરુવારે વહેલી સવારે પહેલા માળે એકાએક આગ લાગી હતી. બાદમાં ગેસ સિલિન્ડર ધડકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેથી ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ જતા નાસભાગ મચી હતી. જોતજોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ચોથા માળે નાની-નાની રૂમોમાં સુતેલા 13 કારીગરો આગના કારણે ગૂંગળાઈને ત્યાં જ ફસાઇ જતા ગભરાઇ ગયા હતા. 13 કામદારોને રેસ્કયુ કરીને ભારે જહેમત બાદ ઊતારી સારવાર માટે ખસેડાયા હતા જયારે ફાયરજવાનો ફાયરની સિડી અને હાઇડ્રોલિક પ્લેટફોમની મદદથી 13 કામદારોને રેસ્કયુ કરીને ભારે જહેમત બાદ નીચે ઉતારી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ઇબ્રામ રબાન શેખ (ઉ.વ.37) અને હરીરામ (ઉ.વ.25)ને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જયાં દાઝી ગયેલા 11 વ્યકિતને સારવાર માટે દાખલ કર્યા હતા. આગના લીધે સિલાઈ મશીનો, એમ્બ્રોઇડરી મશીનો, કાપડનો જથ્થો ઓફિસનો માલસામાન, કોમ્પ્યુર, પંખા, વાયરીંગ, ઘરવખરી, કપડા સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતું. મૃતદેહને ફ્લાઇટમાં વતન ખાતે લઈ જવાશે કાપડ યુનિટમાં ત્રીજા માળે આગાસીમાં પતરાના શેડમાં બનાવેલા રૂમમાં રહેતો 37 વર્ષીય ઇબ્રામ શેખ ગત રાતે જમીને રૂમમાં સુઇ ગયો હતો. વહેલા સવારે ત્યાં ભીષણ આગ લાગતા તે દાઝી ગયો અને ગુંગણામળ થતા ધટના સ્થળે જ મોત હતું. જયારે ઇબ્રામ મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તે સિલાઇ ખાતામાં કામ કરતો હતો. તેમના મૃતદેહને ફ્લાઇટમાં વતન ખાતે લઈ જવાશે. જ્યારે મૃતક હરીરામ (ઉ.વ.25) પણ સિલાઈ કામ કરી વતનમાં રહેતા પરિવારનું ભરણપોષણ કરતો હતો. આખા શરીરે જાળ લાગતા તે કઈ બોલી શકતો નહોતો સારવાર હેઠળ રહેલા અજમલ શેખનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક અજમલ શેખ (ઉ.વ.46) બે મહિનાથી જ કારખાનામાં સિલાઈ કામ કરી વતનમાં રહેતી પત્ની તેમજ ત્રણ સંતાનોનું ભરણપોષણ કરતો હતો. તે ચોથા માળે સૂતો હતો. દરમિયાન આગને કારણે ધુમાડાથી ગૂંગળામણ તથા જાળ લાગતા તે ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેથી તેને ડાબા પગમાં, જમણા હાથમાં ફેક્ચર થયું હતું. તેમજ આખા શરીરે જાળ લાગતા તે કઈ બોલી શકતો નહતો.
    Click here to Read More
    Previous Article
    EC sets up 19 appellate tribunals for Bengal SIR appeals
    Next Article
    Dwayne Bravo Backs KKR's Bowling Depth Despite Injuries Sidelining Key Pacers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment