Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પ્રેમીએ ફિનાઈલ ગટગટાવતાં ગભરાયેલી પ્રેમિકાએ કોઝ-વેમાં ઝંપલાવ્યું:દીકરીના મોતના સમાચાર સાંભળતા જ માતાને બ્રેઈન હેમરેજ, પિતા પણ અસ્વસ્થ થયા

    6 days ago

    સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પ્રેમસંબંધમાં એક અત્યંત કરૂણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય ઝઘડાએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, પ્રેમીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને તે જોતા જ ડઘાઈ ગયેલી પ્રેમિકાએ તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મકવાણા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અંગત કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી મળતી માહિતી પ્રમાણે અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રવીણભાઈ મકવાણાની 20 વર્ષીય દીકરી સુમનના એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. બુધવારે સાંજે પ્રેમી સુમનના ઘરે આવ્યો હતો. કોઈ અંગત કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ હતી કે સુમને ફિનાઈલ પીવાની કોશિશ કરી, પરંતુ તેના પ્રેમીએ બોટલ ઝૂંટવી પોતે જ ફિનાઈલ પી લીધું હતું. પ્રેમીએ સુમનની સામે જ ફિનાઈલ પી લીધું તાપી નદીકાંઠે એક પ્રેમ કથા દુઃખદ અંત તરફ વળી છે. બુધવારે સાંજે પ્રેમી યુગલ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન પ્રેમીએ સુમનની સામે જ ફિનાઈલ પી લીધું, જેના કારણે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સુમનને માનસિક રીતે ભાંગી નાખી. રાત્રે તે ઘરેથી નીકળી ગઈ અને તાપી નદીમાં ઝંપલાવી દીધું. ગુરુવારે સવારે કોઝ-વે નજીકથી સુમનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ યુવા પ્રેમી યુગલોમાં માનસિક તણાવ અને નિરાશાના મુદ્દાને ફરી એક વાર ઉજાગર કર્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને બંને પરિવારોના નિવેદનો લઈ રહી છે. પરિવાર પર મુસીબતોનો ડુંગર તૂટ્યો દીકરીના મોત સમાચાર સાંભળતા જ પરિવાર પાયમાલ થઈ ગયો છે. પિતા પ્રવીણભાઈની માનસિક સ્થિતિ કથળી છે, જ્યારે માતાને આ આઘાત સહન ન થતા 'બ્રેઈન હેમરેજ' થયું છે. પોલીસને મૃતદેહ સોંપવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંતે અન્ય બહેનોને સમજાવી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. પ્રેમીના નિવેદન આધારે ઝઘડાનું કારણ સામે આવશે ચોક બજાર પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પ્રેમીનું નિવેદન લેવામાં આવશે, જેના આધારે ઝઘડાનું ચોક્કસ કારણ અને ઘટનાની કડીઓ જોડી શકાશે.
    Click here to Read More
    Previous Article
    21 માર્ચનું અંકફળ:અંક 6ના જાતકોએ આર્થિક વ્યવહારમાં સાવધ રહેવું, અંક 3 અને 8ના લોકોને બિઝનેસમાં મળશે સફળતા
    Next Article
    Assam Weather Update | આસામના ગુવાહાટીમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ | Gujarati News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment