Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં ઈદ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ બજારોમાં સુરક્ષા સમીક્ષા

    6 days ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આગામી ઈદ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે. તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસે ખાસ આયોજન કર્યું છે. આયોજનના ભાગરૂપે, લુણાવાડા પોલીસે શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું. આ પેટ્રોલિંગ લુણેશ્વર પોલીસ ચોકીથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ બજાર વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ પગપાળા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવવાનો હતો. DySP કમલેશ વસાવા, લુણાવાડા ટાઉન પીઆઇ, જે. એસ. વળવી પીએસઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ઈદ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લુણાવાડા પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. શહેરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    RRB ALP Answer Key 2026: Link to download provisional keys out
    Next Article
    દહેગામના 15 હજાર પશુપાલકો માટે ગોપાલ ઇટાલિયાની લડત:મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરી, 'ઓછા ભાવ અને કપાતથી પશુપાલકોને નુકસાન'નો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment