Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી મહિલાઓનો સરકાર સામે રોષ, માંગણીઓ વધુ ઉગ્ર બની:સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં વડોદરા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું

    6 days ago

    વડોદરા શહેર અને જિલ્લામાં આંગણવાડી ક્ષેત્રે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. શહેર અને સાવલી પંથકની આંગણવાડી મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડી હતી અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી મહિલા કર્મચારી દ્વારા 3 દિવસથી વિરોધ પ્રદર્શન છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઉતરેલી આ મહિલાઓએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સરકાર વિરોધી નારા લગાવી પોતાની વ્યથા ઠાલવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. મહિલાઓએ પોતાની માંગણીઓ વધુ ઉગ્ર બનાવી હતી. વડોદરા કલેક્ટર કચેરી ખાતે ભારે ચહેલપહેલ જોવા મળી હતી. વેતનમાં વધારો કરવાની માગ મહિલા કર્મચારીઓની મુખ્ય માંગણી તેમના વેતનમાં સન્માનજનક વધારો કરવાની છે. પ્રદર્શનકારી મહિલાઓના જણાવ્યા મુજબ, વર્તમાન મોંઘવારીના જમાનામાં તેમને મળતું માનદ વેતન અત્યંત ઓછું છે, જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. વધારાની કામગીરીનો બોજ ઓછો કરવા માગ આ ઉપરાંત, આંગણવાડીના નિયમિત કામ સિવાય તેમની પાસેથી અન્ય સરકારી કામગીરી પણ કરાવવામાં આવે છે, જેના કારણે તેમના પર કામનું ભારણ અસહ્ય વધી ગયું છે. વધારાની કામગીરીનો બોજ ઓછો કરવાની માંગ સાથે મહિલાઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા તેમના પ્રશ્નોનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી, જેને પગલે તેમને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. ડિજિટલ કામગીરી કરવામાં મુશ્કેલી આંગણવાડી કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને પગાર વધારા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો આ વિરોધ અને હડતાળ ચાલુ રહેશે. 'સર્વેના નામે શોષણ કરવાનું બંધ કરે' મહિલાઓએ આક્રમક મૂડમાં જણાવ્યું હતું કે, સરકાર ડિજિટલ કામગીરી અને અન્ય સર્વેના નામે તેમનું શોષણ કરવાનું બંધ કરે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે થયેલા આ વિરોધ પ્રદર્શને વહીવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે આંગણવાડી બંધ રહેવાથી બાળકો અને સગર્ભા મહિલાઓને મળતી પોષણક્ષમ સહાય પર પણ અસર પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેન મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો:પિતા-પુત્રને ઠગે વાતોમાં ભેળવી નશીલો પદાર્થ પીવડાવી બેભાન કર્યા, સિમકાર્ડ- ATM મેળવી 1.22 લાખની ઠગાઈ આચરી ફરાર
    Next Article
    What Ali Larijani Said On NDTV Walk The Talk In 2013 On Iran's Nuclear Ambitions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment