Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન:જીરું, ચણા, ઘઉં, લસણ, ડુંગળીના પાકને અસર

    6 days ago

    મોરબી જિલ્લામાં ગઈકાલે બપોરથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને જીરું, ચણા, લસણ અને ઘઉં જેવા તૈયાર પાકોને અસર થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે બપોરના ચારેક વાગ્યાના અરસામાં મોરબીના પાંચેય તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાના કારણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યારે કારખાનાના પતરા પણ ઉડી ગયા હતા. ખેતીના પાકમાં પણ મોટા પાયે નુકસાન નોંધાયું છે. મોરબી તાલુકાના ઘુટુ ગામમાં ખેડૂતોએ ચણા, લસણ, જીરું અને ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું હતું. મોટાભાગના પાક તૈયાર થઈ ગયા હતા અને તેની લણણીની કામગીરી ચાલી રહી હતી. ઘુટુ ગામના માજી સરપંચ દેવજીભાઈ પરેચાએ જણાવ્યું હતું કે, ચણા, જીરું અને લસણના પાથરા કરીને ખેડૂતોએ પોતાના ખેતરમાં રાખ્યા હતા. જોકે, ભારે પવનના કારણે આ પાથરા ઉડી ગયા હતા અને કમોસમી વરસાદથી તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકાર તરફથી વળતર મળે તેવી ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સહાય નહીં મળે તો આગામી સિઝનમાં બિયારણ ખરીદીને વાવેતર કરવું મુશ્કેલ બનશે અને તેઓ પાયમાલ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં કમોસમી વરસાદથી રવિ પાકને વ્યાપક નુકસાન:ચણાનો તૈયાર પાક પલળી ગયો, જુવારનો પાક આડો પડી જતાં ઘાસચારો બગડ્યો, ખેડૂતોની સરકારી સહાયની માંગ
    Next Article
    Dhurandhar 2: Ram Gopal Varma declares Aditya Dhar has ended the era of ‘godly heroes’, says other directors will ‘wake up shivering in cold sweat’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment