Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેતન્યાહુ બોલ્યા- ઈરાની ગેસ ફીલ્ડ પર હુમલો અમે એકલાએ કર્યો:અમેરિકા સામેલ નહોતું, ટ્રમ્પે આગળ આવા હુમલા રોકવા કહ્યું

    1 week ago

    મિડિલ-ઈસ્ટમાં જારી યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફીલ્ડ સાથે જોડાયેલા પ્રોસેસિંગ પ્લાન્ટ પર હુમલો ઈઝરાયલે એકલાએ કર્યો હતો અને તેમાં અમેરિકા સામેલ નહોતું. નેતન્યાહુએ ગુરુવારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને આવા હુમલા હાલ રોકવા માટે કહ્યું છે અને ઈઝરાયલ તેનો અમલ કરી રહ્યું છે. નેતન્યાહુએ કહ્યું, “ટ્રમ્પે અમને ભવિષ્યમાં આવા હુમલા રોકવા કહ્યું અને અમે હાલ રોકાયેલા છીએ.” આ હુમલો જંગમાં મોટું એસ્કેલેશન (વધારો) માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ પહેલા ઈઝરાયલ ઈરાનના તેલ અને ગેસ ઉત્પાદન મથકોને સીધું નિશાન બનાવવાથી બચી રહ્યું હતું. આ હુમલા બાદ ઈરાને અખાતી દેશોના ઉર્જા મથકો પર વળતી કાર્યવાહી કરી, જેનાથી કતારના રાસ લફાન ગેસ પ્લાન્ટને મોટું નુકસાન થયું. તેના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં ગેસ-તેલની કિંમતોમાં તેજી આવી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો ઉર્જા મથકો પર હુમલા ચાલુ રહેશે, તો તેની અસર આખી દુનિયાની સપ્લાય ચેન અને અર્થતંત્ર પર પડી શકે છે. ઈરાન બોલ્યું- અમેરિકી F-35 ફાઈટર જેટને નુકસાન પહોંચાડ્યું યુદ્ધ વચ્ચે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે તેણે અમેરિકી F-35 ફાઈટર જેટ પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડ્યું. IRGCએ આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં જેટને નિશાન બનાવતા બતાવવામાં આવ્યું છે. જોકે આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડએ સ્વીકાર્યું કે એક F-35 જેટને ઈરાન પર મિશન દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. વિમાનને મિડિલ-ઈસ્ટના કોઈ દેશમાં ઉતારવામાં આવ્યું છે. CNN ના રિપોર્ટ મુજબ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સના જણાવ્યા અનુસાર, વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે અને પાયલટ સુરક્ષિત છે. ઘટનાની તપાસ ચાલુ છે. જોકે અમેરિકાએ સીધી રીતે ઈરાની હુમલાની પુષ્ટિ કરી નથી. રિપોર્ટ અનુસાર, આ પહેલીવાર હોઈ શકે છે જ્યારે આ જંગ દરમિયાન ઈરાને કોઈ અમેરિકી સૈન્ય વિમાનને નિશાન બનાવ્યું હોય. F-35 દુનિયાના સૌથી એડવાન્સ લડાયક વિમાનોમાં ગણાય છે અને તેની કિંમત 100 મિલિયન ડોલરથી વધુ હોય છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. કતારે ગુરુવારે મોટી કાર્યવાહી કરતા ઈરાનના કેટલાક મિલિટરી અને સિક્યુરિટી અધિકારીઓને “અનિચ્છનીય વ્યક્તિ” (Persona Non Grata) જાહેર કર્યા છે અને તેમને 24 કલાકમાં દેશ છોડવા માટે કહ્યું છે. આ કાર્યવાહી કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ 'રાસ લફાન' પર ઈરાની મિસાઈલ હુમલા બાદ કરવામાં આવી છે. આ હુમલાને કારણે ત્યાં આગ લાગી ગઈ હતી અને મોટું નુકસાન થયું હતું. આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે ઇઝરાયેલે ઈરાનના 'પાર્સ' ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને કતાર પર હુમલો કરી દીધો, ત્યારબાદ કતારે ઈરાન પર “રેડ લાઇન પાર કરવાનો” આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, ઈરાનમાં 3 લોકોને ફાંસી આપી દેવામાં આવી છે. આ લોકો પર જાન્યુઆરીમાં થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન 2 પોલીસકર્મીઓની હત્યા કરવાનો આરોપ હતો. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ‘Weight loss drug isn’t the real magic. Discipline does the heavy lifting’: 44-year-old plans life beyond Mounjaro
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલમાં ₹10-15 વધી શકે, અમેરિકા ઢીલું પડ્યું, ઈરાનનાં ઓઈલ પરનો પ્રતિબંધ હટાવશે; રાજ્યના 72 તાલુકામાં 2 ઇંચ સુધી વરસાદ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment