Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો:પાલનપુર હનુમાન ટેકરી પર ટ્રક ચાલકે ચાર વાહનો અડફેટે લીધા

    10 hours ago

    સતત વાહનોથી ધમધમતા હનુમાન ટેકરી ચાર રસ્તા પર ગુરુવારે સવારે ટ્રક ચાલકે મુખ્ય હાઇવે થી ટ્રકને અચાનક જ સર્વિસ રોડ તરફ વાળી દીધી હતી જેના લીધે સર્વિસ રોડ પર પાર્ક કરેલી થાર ગાડી, ક્રેટા, રિક્ષા અને ઓલા ટુ વ્હીલરને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. પ્રત્યક્ષ દર્શીઓએ જણાવ્યું કે સવારે 9:00 વાગ્યાના અરસામાં ટ્રકચાલકે હનુમાન ટેકરીના બમ્પ કૂદાવ્યા બાદ અચાનક બ્રેક ફેલ થઈ ગયો હોય તે રીતે ટ્રક ઉભી રાખવા માટે સર્વિસ રોડ તરફ વાળી દીધી હતી અને સર્વિસ રોડ પર પાર્ક કરેલા થાર, ક્રેટા, રીક્ષા અને ઈ બાઇક સહિત જુદા જુદા વાહનોને ટક્કર મારી દીધી હતી. સદનસીબે વાહનોમાં કોઈ બેસેલું ન્હોતું એટલે કોઈને ઈજા થઈ નહોતી. ઘટના બાદ તુરંત લોકો એકઠા થઈ ગયા હતા ટ્રક ચાલકને નીચે ઉતારીને પોલીસ બોલાવીને તેને સોંપી દીધો હતો. ટ્રકની ડ્રાઇવર સાઈડના આગળના ભાગે પણ થોડુંક નુકસાન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ખીમાણા-દિયોદર રોડ પર ખોડા પાસે અકસ્માત સર્જાયો:સામ-સામે બે કાર અથડાતાં યુવતીનું મોત, 3ને ઇજાઓ
    Next Article
    Aaj ka Panchang 20 March 2026: चैत्र नवरात्रि का दूसरा दिन आज, यहां जानिए शुक्रवार का राहुकाल, शुभ मुहूर्त समेत पूरा पंचांग

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment