Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:વ્યક્તિ પોતે અકસ્માત માટે જવાબદાર હોય, તે સામા‎પક્ષ પાસેથી વળતર મેળવવા માટે હકદાર નથી : કોર્ટ‎

    8 hours ago

    ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે પાટણની મોટર અકસ્માત વળતર ટ્રિબ્યુનલે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. પોતાની જ બેદરકારીથી અકસ્માત નોતરી વળતર મેળવવાની આશા રાખતા રિક્ષાચાલકને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જજ મહંમદ ઈરફાન એ. શેખે સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ પોતે અકસ્માત માટે જવાબદાર હોય, તે સામા પક્ષ પાસેથી વળતર મેળવવા હકદાર નથી. પાટણના ઘીમટો વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અમથાભાઈ દેસાઈ ગત 10 ફેબ્રુઆરી 2020ના રોજ પોતાની રિક્ષા લઈને રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની રિક્ષા સામેથી આવતી બાઈક સાથે અથડાતા તેમને કાંડાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત રિક્ષાચાલકે બાઈક સવાર અને વીમા કંપની સામે ₹રૂ.2 લાખના વળતરની માંગણી સાથે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, વીમા કંપનીની દલીલો અને પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પંચનામા અને ચાર્જશીટ મુજબ, રિક્ષાચાલક દિનેશભાઈ પોતે જ રોંગ સાઈડમાં અને પૂરઝડપે રિક્ષા ચલાવી રહ્યા હતા, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ જ ગુનો નોંધ્યો હતો. કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાને લઈ નોંધ્યું કે અકસ્માત માટે અરજદાર પોતે જ 100% જવાબદાર હોવાથી તેમને કોઈ વળતર મળી શકે નહીં. આ ચુકાદો વાહનચાલકોને શિસ્તબદ્ધ ડ્રાઈવિંગનો સંદેશ આપે છે. નિયમો તોડે ત્યારે અકસ્માત થાય તો ચાલક પોતે જવાબદાર અદાલતે નોંધ્યું હતું કે અકસ્માત માટે મોટરસાયકલ સવાર નહીં, પરંતુ રિક્ષાચાલક પોતે જવાબદાર હતો. જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમો (જેમ કે રોંગ સાઈડ ડ્રાઈવિંગ) તોડે છે, ત્યારે તે અકસ્માત માટે પોતે જ જવાબદાર ઠરે છે.
    Click here to Read More
    Previous Article
    ખાતમુહૂર્ત:ભીલડીમાં રૂ.25.40 કરોડના રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
    Next Article
    Design to seize control of Bengal: Mamata Banerjee hits out at EC, BJP over spate of transfers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment