Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ પર હુમલો:વિદેશ મંત્રાલયે કહ્યું- ઈરાને હદ વટાવી; ઈરાનની ધમકી- લારીજાનીની હત્યાનો બદલો લઈશું

    20 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 20મો દિવસ છે. ઈરાને બુધવારે રાત્રે કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ ‘રાસ લફાન’ પર મિસાઈલ હુમલો કર્યો હતો. હુમલા બાદ ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી અને ઘણું નુકસાન થયું હતું, જેને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી. કતારએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. કતારના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ઈરાને “રેડ લાઇન પાર કરી દીધી છે” કારણ કે તેણે સામાન્ય નાગરિકો અને અત્યંત જરૂરી સ્થળોને નિશાન બનાવ્યા છે. કતારે જણાવ્યું કે આવા હુમલાથી સમગ્ર વિસ્તારમાં સ્થિતિ બગડી શકે છે, તેથી તમામ દેશોએ મળીને તણાવ ઓછો કરવો જોઈએ અને શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજી તરફ, ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીએ ધમકી આપી છે કે સિક્યુરિટી ચીફ અલી લારીજાનીની હત્યાનો બદલો લેવામાં આવશે. ખામેનીએ ચેતવણી આપી છે કે ‘દરેક લોહીની એક કિંમત હોય છે’. અલી લારીજાનીની અંતિમવિધિમાં હજારો લોકો સામેલ થયા હતા... ઈરાનમાં દુનિયાના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલો અમેરિકા-ઇઝરાયેલે બુધવારે દક્ષિણ ઈરાનમાં સાઉથ પાર્સ ગેસ ફીલ્ડ અને અસાલુયેહ શહેરની ઓઈલ-ગેસ સુવિધાઓ પર એરસ્ટ્રાઈક કરી. સાઉથ પાર્સ દુનિયાની સૌથી મોટી કુદરતી ગેસ ફીલ્ડ માનવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં ગેસની સાથે સાથે પેટ્રોકેમિકલ અને તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલી મીડિયાએ પણ બુશેહર વિસ્તારમાં ગેસ ફેસિલિટી પર હુમલાની જાણકારી આપી છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Gym-goer on dialysis after cola-coloured urine: How protein and creatine misuse pushed 24-year-old towards kidney failure
    Next Article
    ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બેના મોત, 9ને ઈજા:સુરતમાં એમ્બ્રોઈડરીના કારખામાં રહેલા બે LPG સિલિન્ડરમાં વિસ્ફોટ, છતના પતરા ઉડી ગયા, આગથી અફરાતફરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment