Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં રાહદારી યુવકને બાઈક સવારે ટક્કર મારી:પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજા, સિવિલમાં દાખલ

    11 hours ago

    ગોધરાના સિમલા વિસ્તારમાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે. નોકરી પૂરી કરીને ઘરે જઈ રહેલા એક રાહદારી યુવકને અજાણ્યા બાઈક સવારે ટક્કર મારી હતી. આ ઘટનામાં યુવકને પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં રહેતો મેરાજ પઠાણ નામનો યુવક સિમલા વિસ્તારમાં નોકરી કરે છે. તે પોતાની નોકરી પૂર્ણ કરીને પગપાળા ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન, માર્ગ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા બાઈક ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે મેરાજ પઠાણને માથાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તેમણે લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હાલમાં મેરાજ પઠાણની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બેના મોત, 11ને ઈજા:સુરતમાં એમ્બ્રોઈડરીના કારખામાં રહેલા બે LPG સિલિન્ડરમાં વિસ્ફોટ, છતના પતરા ઉડી ગયા, આગથી અફરાતફરી
    Next Article
    Dhurandhar 2 Release Highlights: Aditya Dhar Says Sorry For Show Delays

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment