Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ભારતીય નાગરિકો દુનિયામાં સૌથી ઓછું ઊંઘે છેઃ અહેવાલ

    10 hours ago

    સેલિબ્રિટીઓ સહિતના લોકોમાં સ્માર્ટ રિંગનું ઘેલું વધી રહ્યું છે, જેને લઈ સ્માર્ટ રિંગ બજાર પણ ફૂલીફાલી રહી છે. સર્વ ટેક કંપનીઓ સ્માર્ટ રિંગ લાવી રહી છે. આવા સમયે હવે ફિનલેન્ડની કંપની Oura (ઓરા) પોતાની ઓરા રિંગ 4 ભારતમાં લાવી છે. આ લોન્ચ સાથે રસપ્રદ અહેવાલ પણ જારી કર્યો છે, જેમાં ભારતીયોની ઊંઘ સાથે સંકળાયેલા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી ઓછી નિદ્રા લેનારમાં ભારત અવ્વલ સ્થાને છે. ઈન્ડિયાઃ ધ સ્ટેટ ઓફ સ્લીપ 2026 અનુસાર ભારતમાં લોકો સરેરાશ 6 કલાક 28 મિનિટ જ સૂએ છે. સૌથી વધુ સૂતા દુનિયાભરના લોકોની તુલનામાં ભારતીય નાગરિકો 40 મિનિટ ઓછી નિદ્રા લેતા હોય છે. ડોક્ટરો સામાન્ય રીતે વધુ ઉંમરના લોકોને રોજ 7થી 9 કલાક સૂવાની સલાહ આપે છે. જોકે ભારતમાં કામકાજના લાંબા કલાકો, મોડી રાત સુધી મોબાઈલ અને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવાની આદત અને ટાઈમ ઝોનમાં કામ કરવાને લીધે લોકોની ઊંઘ સતત ઓછી થઈ રહી છે. આ રિપોર્ટ અનુસાર ઓછી ઊંઘની અસર સમય સાથે નિદ્રાની ગુણવત્તા પર પણ પડી રહી છે.રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે ભારતીયોને રેમ (REM) અને ડીપ સ્લીપ પણ દુનિયાની તુલનામાં ઓછી મળે છે. રેમ સ્લીપ મગજ માટે બહુ જરૂરી માનવામાં આવે છે તે અત્રે ઉલ્લેખનીય છે. આ દરમિયાન મગજ સ્મૃતિ, ભાવના અને સમસ્યા ઉકેલવા જેવી બાબતોને બહેતર રીતે સંભાળે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ઓરા યુઝર્સને દરેક હપ્તે ગ્લોબલ સરેરાશથી એક કલાક ઓછી રેમ સ્લીપ મળે છે. આનો અર્થ ઘણા બધા લોકો સવારે ઊઠ્યા પછી પણ સંપૂર્ણ ફ્રેશ મહેસૂસ કરતા નથી.ભારતમાં લોકો સરેરાશ રાત્રે 12.14 વાગ્યે સૂઈ જાય છે. આ દુનિયાના અનેક દેશો કરતાં બહુ મોડું છે. રસપ્રદ વાત એ છે કે ઊઠવાનો સમય લગભગ બાકી દેશો જેવો જ છે. ભારતીયો સરેરાશ સવારે 7.43 વાગ્યે ઊઠી જાય છે. એટલે કે, મોડી રાત્રે સૂવાનું અને વહેલી ઊઠીને લોકો કુલ ઊંઘનો સમય ઓછો કરી દે છે. 50થી વધુ હેલ્થ અને ફિટનેસ ડેટા દરમિયાન ઓરા રિંગ 4 આંગળીમાં પહેરવાનું ડિવાઈસ છે. તે શરીર સાથે જોડાયેલો 50થી વધુ હેલ્થ અને ફિટનેસ ડેટા ટ્રેક કરી શકે છે. તે સ્માર્ટ રિંગ હાર્ટ રેટ, બોડી ટેમ્પરેચર, સ્લીપ પેટર્ન, એક્ટિવિટી અને રિકવરી જેના અનેક ડેટાનું ટ્રેકિંગ કરે છે અને પછી ઓરા એપ થકી યુઝરને સમજવામાં આસાન હેલ્થ ઈનસાઈટ્સ આપે છે. આમાં સેન્સર અને અલ્ગોરિધમનો ઉપયોગ કરાયો છે, જે દરેક માનવીના શરીરના હિસાબે ડેટાને સમજે છે. રિંગ ટાઈટેનિક મટીરિયલથી બની છે, જેથી લાંબા સમય સુધી આરામથી પહેરી શકાય. તેને 24 કલાક સુધી પણ પહેરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    Protests in some districts over TMC list, some MLAs threaten to quit party, posts
    Next Article
    હર્ષવર્ધનના નિવેદનથી રાજકીય ઊથલપાથલના સંકેત:મહારાષ્ટ્રમાં મૃત્યુ પછી બિનહરીફ ચૂંટણીની કોઈ પરંપરા જ નથી: બારામતીમાં ખેંચતાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment