Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સ્થાનિક મજબૂતીથી બજારમાં તેજી:બુધવારે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારે મજબૂત બુલિશ ટ્રેન્ડ દર્શાવ્યો

    5 days ago

    બુધવારે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારે મજબૂત બુલિશ ટ્રેન્ડ દર્શાવ્યો હતો. બજાર ગેપ-અપ સાથે ખુલ્યું અને શરૂઆતથી જ ખરીદદારો સક્રિય રહ્યા હતા, જેના કારણે દિવસભર તેજીનો માહોલ યથાવત રહ્યો. મુખ્ય સૂચકાંકોમાં સતત વધારો જોવા મળ્યો હતો અને બજાર દિવસના ઉચ્ચ સ્તર નજીક બંધ થયું હતું. ખાસ કરીને લાર્જકેપ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વ્યાપક ખરીદી જોવા મળતા બજારમાં ભાગીદારી મજબૂત બની હતી, જે એક હેલ્ધી અને સસ્ટેનેબલ અપટ્રેન્ડનો સંકેત આપે છે. ઈરાન વિરૂધ્ધ અમેરિકા-ઈઝરાયેલનું યુદ્વ ક્યારેક આક્રમક તો ક્યારેક સમજૂતીના સંકેત આપતું રહી હાલ તુરત આક્રમકતાં ગુમાવી રહ્યાના અને નાટો દેશોએ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસ ખાતે યુદ્વ જહાજો મોકલવાનો ઈન્કાર કરતાં અમેરિકા પણ યુદ્વ મોરચે સક્રિયતા ઘટાડશે એવા અંદાજોએ આજે સતત બીજા દિવસે યુદ્વના પરિબળને ડિસ્કાઉન્ટ કરી ફંડોએ શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. ભારતીય ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ એલપીજીની અમેરિકાથી આયાત શરૂ કર્યાના અને ત્રણ જહાજો ભારત પહોંચ્યાના પોઝિટીવ પરિબળે પણ બજારને ટેકો મળ્યો હતો. સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે આજે ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ અટકી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ઘટાડે સિલેક્ટિવ વેલ્યુબાઈંગ કરતાં તેજીનો સંચાર થતો જોવાયો હતો. શરૂઆતના કલાકોમાં બેન્કિંગ, ઓટો અને ફાઇનાન્સ સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, જેના કારણે સૂચકાંકો ઝડપથી ઉપર વધ્યા હતા. મધ્ય સેશન દરમિયાન થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, પરંતુ તે બજારની તેજીને અસરકારક રીતે ઘટાડવામાં નિષ્ફળ રહ્યું હતું. જ્યાં પણ બજારમાં નબળાઈ જોવા મળી ત્યાં તરત જ ખરીદદારો સક્રિય બની ગયા હતા.અંતિમ કલાકોમાં સંસ્થાગત ખરીદી વધતા બજાર ફરી તેજી સાથે દિવસના ઉચ્ચ સ્તર નજીક બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76070 સામે 76367 પોઈન્ટના મથાળેથી ખુલીને 75187 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 810 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 633 પોઈન્ટના ઉછાળા સાથે 76704 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23617 સામે 23662 પોઈન્ટના મથાળેથી ખુલીને 23648 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 227 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 157 પોઈન્ટના ઉછાળા સાથે 23774 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! તેજી માટેના મુખ્ય પરિબળો : યુદ્ધના પરિબળો ડિસ્કાઉન્ટ: નાટો દેશોની આનાકાનીને કારણે યુદ્ધ લાંબુ નહીં ખેંચાય તેવી ધારણાએ શોર્ટ કવરિંગ જોવા મળ્યું. LPG સપ્લાય: અમેરિકાથી ભારત પહોંચેલા ત્રણ LPG જહાજોએ ઊર્જા સંકટની ચિંતા હળવી કરી. વ્યાપક ભાગીદારી: લાર્જકેપની સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ નીચલા મથાળેથી 'વેલ્યુ બાયિંગ' જોવા મળ્યું. મજબૂત GDP આંકડા: ભારતની આંતરિક આર્થિક મજબૂતી અને GST કલેક્શનના પોઝિટિવ આંકડા. માર્કેટ બ્રેડ્થ : આ સેશન દરમિયાન માર્કેટ બ્રેડ્થ ખૂબ જ મજબૂત રહી હતી. વધતા શેરોની સંખ્યા ઘટતા શેરોની તુલનામાં નોંધપાત્ર રીતે વધુ રહી હતી, જે હેલ્ધી માર્કેટ ટ્રેન્ડ સૂચવે છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 17.03.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23774 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23606 પોઈન્ટના પ્રથમ અને 23530 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23808 પોઈન્ટ થી 23880 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23909 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1408 ) :- ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1388 નો પ્રથમ તેમજ રૂ.1373 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1419 થી રૂ.1424 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1430 ઉપર તેજી તરફી ધ્યાન...!! સિપ્લા લીમીટેડ ( 1268 ) :- રૂ.1247 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1230 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1277 થી રૂ.1285 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ઈન્ફોસીસ લીમીટેડ ( 1263 ) :- રૂ.1244 નો પ્રથમ તેમજ રૂ.1230 ના બીજા સપોર્ટથી રૂ.1277 થી રૂ.1790 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! એક્સીસ બેંક ( 1251 ) :- ટ્રેડીંગલક્ષી રૂ.1267 થી રૂ.1275 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે. અંદાજીત રૂ.1218 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. ટાટા કન્ઝ્યુમર ( 1071 ) :- રૂ.1030 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1087 થી રૂ.1094 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Musician Rishab Rikhiram Sharma on three years of sobriety; doctor explains benefits of quitting alcohol
    Next Article
    અમેરિકી ઇન્ટેલિજન્સ ડિરેક્ટર બોલ્યા-પાકિસ્તાની મિસાઈલો અમેરિકા માટે ખતરો:રશિયા-ચીન, ઉત્તર કોરિયા પણ તે જ શ્રેણીમાં; યુએસ સુધી પહોંચતી મિસાઈલો 2035 સુધીમાં 16000થી વધુ હશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment