Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ભાવિ આચાર્ય મહારાજની હાજરીમાં ગંગા પૂજન:કનુભાઈ પટેલના યજમાનપદે કાન્હા બંગલોઝ ખાતે ભવ્ય આયોજન

    1 week ago

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી વડોદરાના માણેજા સ્થિત કાન્હા બંગલોઝ ખાતે દિવ્ય ગંગા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજન કનુભાઈ અંબાલાલ પટેલના યજમાનપદે સંપન્ન થયું. આ પવિત્ર પ્રસંગે વડતાલથી આચાર્ય નુગેન્દ્રપ્રસાદજી મહારાજ સંતો અને પાર્ષદો સાથે ઉપસ્થિત રહ્યા હતા. લાલજી મહારાજની દિવ્ય શોભાયાત્રા વોલ્ટેમ્પ કંપની પાસેથી નીકળીને કાર્યક્રમ સ્થળે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. શોભાયાત્રા બાદ લાલજી મહારાજના પાવન હસ્તે ગંગા પૂજનની સમાપન વિધિ વિધિવત્ સંપન્ન કરવામાં આવી. ત્યારબાદ લાલજી મહારાજએ ઉપસ્થિત સર્વે હરિભક્તોને અમૃતમય વચનોનું રસપાન કરાવ્યું. તેમણે જણાવ્યું કે શાસ્ત્રોમાં સત્કર્મ અને અસત્કર્મનો વિવેક સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યો છે. સત્કર્મથી મનુષ્યની ઉન્નતિ અને કલ્યાણ થાય છે, જ્યારે અસત્કર્મ અધોગતિ તરફ દોરી જાય છે. ભગવાન સ્વામિનારાયણના વચનામૃત અને અન્ય પવિત્ર ગ્રંથોમાં કર્મમાં જ અટવાઈ જવાને બદલે ધર્મને યથાર્થ રીતે સમજી આત્મકલ્યાણ તરફ આગળ વધવાનું મહત્વ દર્શાવ્યું છે. મહારાજએ ગંગાજીના પૂજનના આધ્યાત્મિક ભાવને સમજાવતા કહ્યું કે પુરાણો અનુસાર, રાજા ભગીરથે પોતાના પિતૃઓના મોક્ષ માટે કઠોર તપસ્યા કરી હતી, જેના પરિણામે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું. તેથી ગંગાજી અનંત જીવોના કલ્યાણનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. સનાતન સંસ્કૃતિમાં તીર્થયાત્રા કરીને આવ્યા બાદ ગંગા પૂજન દ્વારા આ પવિત્ર ઋણ ચૂકવવાનો આધ્યાત્મિક પ્રયાસ કરવામાં આવે છે. ગંગા પૂજન માત્ર એક વિધિ નથી, પરંતુ કૃતજ્ઞતા, શ્રદ્ધા અને આધ્યાત્મિક ભાવનાનું જીવંત પ્રતીક છે. કનુભાઈ પટેલ પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય ગંગા પૂજન આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    બે વ્યાજખોરોનો ત્રાસ:વેપારીએ 1 કરોડની લોન પર 1.41 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખની માંગણી
    Next Article
    Himachal Pradesh Weather Update | મનાલીમાં આવેલી પ્રખ્યાત સોલાંગ વેલીમાં તાજી હિમવર્ષા | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment