Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-સોમનાથ રોડ પર ભીડીયા નજીક અકસ્માત સર્જાયો:બે બાઈક ટકરાયા, એક ગંભીર ઘાયલ; મચ્છીના પાણીથી રસ્તો ચીકણો અને જોખમી બન્યો

    5 days ago

    વેરાવળ-સોમનાથ રોડ પર ભીડીયા નજીક સોમવારે રાત્રે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે અન્ય એકને પણ ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત મચ્છી ભરેલા વાહનોમાંથી પડતા પાણીને કારણે ચીકણા બનેલા રસ્તાને કારણે થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે રાત્રે આશરે આઠ વાગ્યાના સુમારે બંને બાઈક સવારો સોમનાથ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સોનેરી મરીન નજીક અચાનક બાઈક સ્લિપ થતાં બંને સામસામે અથડાયા હતા. અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિકોએ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ એક યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજા યુવકને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સોનેરી મરીન નજીકનો આ રસ્તો લાંબા સમયથી ચીકણો અને જોખમી બન્યો છે. દરરોજ મચ્છી ભરેલા છકડા રિક્ષાઓમાંથી પડતા પાણીના કારણે રોડ પર સ્લિપરી સપાટી સર્જાય છે, જે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. આ રોડ પર વારંવાર આવા અકસ્માતો બનતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. મચ્છી વહન કરતી ગાડીઓમાંથી પડતા પાણી અને ગંદકી દૂર કરવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને રસ્તાને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા-ઇઝરાયલનો ઈરાનના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલો:ઓઈલ ફેસિલિટીઝ પર પણ એરસ્ટ્રાઈક, ઇઝરાયલી રક્ષા મંત્રીએ કહ્યું- આજે મોટું સરપ્રાઈઝ આપીશું
    Next Article
    ‘I have 200 pairs’: Take a tour of Nushrratt Bharuccha’s viral shoe wall and the secret to her minimalist sanctuary in Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment