Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકીઓનું પરિવાર સાથે મિલન:મહેસાણા પોલીસની માનવતા, ઉનાવા મીરાદાતાર ખાતેથી ગુમ થયેલ બે માસૂમનું પરિવાર સાથે મિલન કરાવ્યું

    1 week ago

    મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસની ટીમે સતર્કતા અને માનવતા દાખવીને ઉનાવા વિસ્તારમાંથી ગુમ થયેલી બે નાની બાળકીઓને શોધી કાઢી ગણતરીના કલાકોમાં જ તેમના વાલી-વારસ સાથે સુખદ મિલન કરાવ્યું છે. ચોકડી બ્રિજ નીચે ફૂટપાથ પર બે નાની બાળકીઓ એકલી બેઠેલી જોવા મળી ગઇકાલે તારીખ 17 માર્ચ 2026 ના રોજ સાંજના સમયે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા અને સર્વેલન્સ સ્કોડની ટીમ HSC-SSC પરીક્ષાના સંદર્ભમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રામોસણા ચોકડી બ્રિજ નીચે ફૂટપાથ પર બે નાની બાળકીઓ એકલી બેઠેલી જોવા મળી હતી. શંકાસ્પદ જણાતા પોલીસે પૂછપરછ કરી હતી.પરંતુ બાળકીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકી ન હતી. વાલીની ભાળ ન મળતા બાળકીઓને 'ચિલ્ડ્રન હોમ રૂમ' માં દેખરેખ હેઠળ રખાઈ બાળકીઓની સુરક્ષાને ધ્યાને રાખી તુરંત જ મહિલા પોલીસ કર્મચારી ને બોલાવવામાં આવ્યા હતા અને બાળકીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. ત્યાં તેમનું પ્રેમપૂર્વક કાઉન્સલિંગ કરતા જાણવા મળ્યું હતું કે એક બાળકીનું નામ દામીની (ઉં.વ. 06) અને બીજી બાળકીનું નામ ભમરૂ (ઉં.વ. 04) છે. રાત્રિનો સમય હોવાથી અને વાલીની ભાળ ન મળતા બાળકીઓને પોલીસ સ્ટેશનના સ્પેશિયલ 'ચિલ્ડ્રન હોમ રૂમ' માં મહિલા પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી બાદ બાળકીઓને હેમખેમ પિતાને સોંપી હતી આજે પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો કે, ઉનાવા મીરાદાતાર દરગાહ પાસેથી બે બાળકીઓ ગુમ થઈ છે. પોલીસે તુરંત જ મેસેજમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી બાળકીઓની ઓળખની ખાતરી કરી હતી. ત્યારબાદ બાળકીઓના વાલીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. બંને બાળકીઓ દામીની અને ભમરૂ (રહે. ઉનાવા આલ્ફા હોટલ સામે, ઝુંપડામાં) ના પિતા સૂર્યાભાઈ મોલેસલામ પોલીસ સ્ટેશન આવી પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બાળકીઓને હેમખેમ તેમના પિતાને સોંપી હતી. પોતાના સંતાનોને પરત મેળવી પિતાની આંખો હરખથી છલકાઈ ઉઠી હતી અને તેમણે મહેસાણા પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો..
    Click here to Read More
    Previous Article
    કાલોલના શ્રમિકો માટે ધન્વંતરી રથ ફાળવાયો:કલેક્ટર અજય દહિયાએ BP ચેક કરાવી ગુણવત્તા ચકાસી
    Next Article
    2019માં બકરા તગડવાના વિવાદમાં આધેડની હત્યા કરનારાઓને કોર્ટે સજા ફટકારી:ગાંધીનગર કોર્ટે 4 આરોપીઓને આજીવન કેદનો હુકમ કર્યો, દરેકને 11 હજારનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment