Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સરકે ચુનર' ગીત વિવાદ પર ડિરેક્ટરની સ્પષ્ટતા:કહ્યું- 'ગીતનો સંદર્ભ સમજ્યા વિના જ વિરોધ થયો'; ડિરેક્ટરની પત્નીએ પૂછ્યું- 'શું ચોલી કે પીછે ગીત યોગ્ય હતું?'

    2 days ago

    નોરા ફતેહી અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'ના 'સરકે ચુનર તેરી સરકે'ને લઈને વિવાદ વધ્યો છે. વિરોધ અને ફરિયાદો બાદ હવે આ ગીતને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. હવે આખરે આ વિવાદ પર ફિલ્મના ડિરેક્ટર પ્રેમ જોગીએ સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે, 'આ આખું ગીત બોટલ પર આધારિત છે, જેને પૂરું સાંભળ્યા વિના જ લોકો નિષ્કર્ષ પર પહોંચી ગયા છે.' તેમનું એમ પણ કહેવું છે કે, 'જો કોઈની વિચારસરણી ખોટી હોય, તો તે ગીતને ખોટું જ સમજશે.' ડિરેક્ટર પ્રેમ ઉપરાંત તેની પત્ની રક્ષિતાએ પણ વિવાદ પર નારાજગી વ્યક્ત કરી. તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે, 'જો આ ગીત અશ્લીલ છે તો જ્યારે 'ચોલી કે પીછે' જેવા ગીતો કે 'ડર્ટી પિક્ચર' આવી ત્યારે તેના પર વાંધો કેમ ન લેવાયો?' 'સંદર્ભ સમજ્યા વિના જ પ્રતિક્રિયાઓ આપી' ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'ના ડિરેક્ટર પ્રેમ જોગીએ તાજેતરમાં 'બેંગ્લોર ટાઈમ્સ'ને આપેલા ઇન્ટરવ્યુમાં વિવાદ પર કહ્યું, 'જો કોઈનો દૃષ્ટિકોણ સાચો હોય, તો તે આ ગીતને ખોટી રીતે નહીં લે. જ્યારે પણ કોઈ મહિલાનો મામલો હોય છે, ત્યારે લોકો સૌથી ખરાબ કેમ વિચારી લે છે? લોકો અસલી વીડિયો જોયા વિના કે સંદર્ભ સમજ્યા વિના પ્રતિક્રિયા આપી રહ્યા છે.' 'ગીતનું કન્નડ વર્ઝન હટાવવામાં નહીં આવે' ડિરેક્ટરે આગળ કહ્યું કે, 'સેન્સર બોર્ડ કોઈ કારણસર છે. મને તેમના પર વિશ્વાસ છે અને હું તેમના નિર્ણય સાથે ઊભો રહીશ. જો કેટલાક લોકો આ ગીતને કોઈ લેબલ આપવા માંગતા હોય, તો તેઓ સ્વતંત્ર છે. પરંતુ હું જાણું છું કે મારો ઇરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો નથી.' વાતચીતમાં પ્રેમ જોગીએ એ પણ કહ્યું છે કે, 'ભલે હિન્દી ગીત હટાવી દેવામાં આવ્યું હોય, પરંતુ તેનું કન્નડ વર્ઝન હટાવવામાં આવશે નહીં.' તે ટીકાને નકારી રહ્યા નથી, પરંતુ તેનું કહેવું છે કે તે આવા મામલાઓનો સામનો કરવા તૈયાર છે. ડિરેક્ટરની પત્નીએ 'ચોલી કે પીછે' ગીત પર પ્રશ્ન ઉઠાવ્યો વિવાદ વચ્ચે ડિરેક્ટર પ્રેમની પત્ની રક્ષિતાએ પણ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર ગીત અને ડિરેક્ટરના સમર્થનમાં ઘણા પોસ્ટ શેર કર્યા છે. આ સાથે તેણે લખ્યું છે કે, 'જ્યારે ‘ફીલિંગ્સ’ (પુષ્પા-2નું ગીત), ‘ડ્રીમમ વેકઅપમ’ (અય્યા મૂવીનું ગીત), ‘ચોલી કે પીછે’ (ખલનાયકનું ગીત) અથવા આવા જ 100 ગીતોમાં એક જેવી વાતો હતી, ત્યારે બધાને બરાબર લાગ્યું. જ્યારે આખી ફિલ્મ આવી, જેમાં બતાવવામાં આવ્યું કે કલાકારોએ આખી ફિલ્મમાં જાતીય સંબંધો બનાવ્યા, ત્યારે પણ બધાને બરાબર લાગ્યું. પરંતુ એક ગીત પર આટલો મોટો મુદ્દો બનાવી દેવામાં આવ્યો. હું ફક્ત તેને સમજવાનો પ્રયાસ કરી રહી છું, જેથી સમજી શકું કે આવું શા માટે થઈ રહ્યું છે.' ડિરેક્ટરની પત્નીએ આ સમયે ડર્ટી પિક્ચર પર પણ પ્રશ્નો ઉઠાવ્યા, જે બોલ્ડ કન્ટેન્ટ માટે વિવાદોમાં હતી. શું છે આખો વિવાદ? પાન ઇન્ડિયા ફિલ્મ 'કેડી: ધ ડેવિલ' 30 એપ્રિલ 2026 ના રોજ રિલીઝ થવાની છે. 14 માર્ચના રોજ આ ફિલ્મનું ગીત 'સરકે ચુનર તેરી' ઘણી ભાષાઓમાં રિલીઝ થયું. આ ગીત નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવ્યું હતું. યુટ્યુબ પર ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું, જેનું કારણ ગીતના અશ્લીલ અને ડબલ મિનિંગ બોલ હતા. આ ઉપરાંત, ગીતમાં દર્શાવવામાં આવેલા ડાન્સ સ્ટેપ્સ અને પિક્ચરાઇઝેશન પણ ખૂબ જ વાંધાજનક હતા. સોશિયલ મીડિયા પર ગીતની જોરદાર ટીકા થઈ, જેના પછી તેની વિરુદ્ધ ઘણી ફરિયાદો નોંધાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    Again, Assam Congress loss becomes Himanta gain as Pradyut Bordoloi joins BJP
    Next Article
    સૌરાષ્ટ્રનું પ્રથમ 'સ્કાયસ્ક્રેપર' હવે નવા અવતારમાં:જામનગરનો 174 વર્ષ જૂનો ભુજિયો કોઠો ફરી ધમધમશે;14 વર્ષ બાદ આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment