Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભિલોડામાં ગેસની અછત નથી, એજન્સીના માલિકે આપ્યું નિવેદન:લોકોને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી

    1 week ago

    ભિલોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાંધણ ગેસની અછતની અફવાઓ વચ્ચે લોકો વહેલી સવારથી ગેસ બોટલ લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. નવાભવનાથ મંદિર પાસે આવેલા ગેસ એજન્સીના ડિલિવરી પોઈન્ટ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, ભિલોડાની એચ.પી. ગેસ એજન્સીના માલિક વિરભદ્રસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે ગેસની કોઈ અછત નથી. તેમણે ગ્રાહકોને અપીલ કરી છે કે સમયસર ગેસની બોટલો મળી રહેશે અને ગભરાવાની જરૂર નથી. ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા સહિતના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાચારોને કારણે ગેસની અછત સર્જાશે તેવા ભયથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અફવાઓના કારણે જ લોકો ગેસ મેળવવા માટે ઉતાવળ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગેસ ધારકો માટે બુકિંગના નિયમોમાં ફેરફાર થયો છે. હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી બુકિંગ કર્યા બાદ OTP આવેથી જ ગ્રાહકને ગેસ બોટલ મળી રહે છે. આ પ્રક્રિયાને કારણે પણ કેટલાક ગ્રાહકોને નવી સિસ્ટમ સમજવામાં સમય લાગી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખેરાલુ નજીક ઘાયલ ઊંટ મળ્યું:જીવદયા ગૃપે સારવાર આપી, વાહન ટક્કરની આશંકા
    Next Article
    શ્રમિકોનું પલાયન રોકવા પાંડેસરામાં 'મેગા કિચન' શરૂ:દરરોજ 5000 શ્રમકોને માત્ર 50 રૂપિયામાં ભરપેટ ભોજનની વ્યવસ્થા, ગેસ સિલિન્ડરની અછત સર્જાતા શ્રમિકોએ વતનની વાટ પકડી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment