Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદના મારની શક્યતા:અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તાપમાન ઘટશે, આજે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં માવઠાની આગાહી

    9 hours ago

    ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે. ખાસ કરીને 18 અને 19 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. જોકે, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી બફારા અને ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. 19 અને 20 માર્ચે આ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી 3 દિવસ એટલે કે 18થી 20 માર્ચના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'ગુજરાત બોલેગા ખાલિસ્તાન, મોદી-શાહ-CM પટેલ-ગુજરાતી હિન્દુ ચરમપંથી':બોર્ડના છેલ્લા પેપર વચ્ચે શહેરની ઝેબર-ઝાયડસ સહિતની સ્કૂલોને ઉડાવી દેવા ધમકી ભર્યો મેલ, વાલીઓ દોડી આવ્યા
    Next Article
    Nearly 90 Ships Cross Strait Of Hormuz As Iran Exports Millions Of Barrels Of Oil Despite War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment