Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબ વેરાવળમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નરની મુલાકાત:આગામી વર્ષ માટે સેવાકીય પ્રોજેક્ટ્સનું માર્ગદર્શન અપાયું

    13 hours ago

    રોટરી ક્લબ ઓફ વેરાવળની 2025-26ની ઓફિશિયલ ક્લબ વિઝિટ માટે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ વેરાવળ પધાર્યા હતા. તેમણે ક્લબના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સાથે બેઠક કરી હતી, ત્યારબાદ બોર્ડ મીટિંગ અને રાત્રે જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન, વાર્ષિક સેવાકીય કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, આગામી વર્ષમાં વધુ સેવાકીય અને જાહેર હિતના પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે રોટરી ક્લબ ઓફ વેરાવળને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીથી આસિસ્ટન્ટ ગવર્નર પ્રતિકભાઈ સંઘરાજકા, રોટરી ક્લબ ઓફ વેરાવળના પ્રેસિડેન્ટ ડો. ઈશ્વર ગોડસે, સેક્રેટરી રાજેશભાઈ જયસ્વાલ, પાસ્ટ પ્રેસિડેન્ટ મનસુખભાઈ સુયાણી, ગિરીશ ઠક્કર સહિતના મુખ્ય હોદ્દેદારો, સભ્યો અને ઇનરવ્હીલ ક્લબના આમંત્રિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્પેશિયલ વિઝિટ મીટિંગની શરૂઆત ભાવિન નથવાણીએ કોલ આપીને કરાવી હતી. સ્વાગત પ્રવચન ડો. ઈશ્વર ગોડસેએ આપ્યું હતું, જ્યારે સેક્રેટરી રાજેશ જયસ્વાલે પ્રોજેક્ટ્સ અંગે માહિતી રજૂ કરી હતી. ગવર્નરના પરિચય અંગે PPT દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે, તાજેતરમાં આગરા ખાતે યોજાયેલા રોટરી ક્લબ ઇન્ટરનેશનલના સેમિનારમાં વેરાવળને પ્રાપ્ત થયેલો એવોર્ડ પાસ્ટ પ્રેસિડેન્ટ મનસુખભાઈ સુયાણીને એનાયત કરવામાં આવ્યો હતો. ક્લબ મેમ્બર જશ્મા ગિરીશ ઠક્કરને અમરેલી રોટરી ક્લબ અને ગારગા સંસ્થા દ્વારા ઇન્ટરનેશનલ વર્લ્ડ રામાયણ ચેમ્પિયનશિપમાં મળેલા એવોર્ડ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. મીટિંગના અંતે રાષ્ટ્રગાન બાદ સૌ રોટેરિયન પરિવારે સાથે ભોજન લીધું હતું. આ ઓફિશિયલ વિઝિટના કાર્યક્રમને સફળ બનાવવા માટે જશ્મા ઠક્કર અને અનિસ રાચ્છ દ્વારા મીટિંગનું સંચાલન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની સ્કૂલોને ધમકી ભર્યો ઇ-મેલ:મેમનગરની મહારાજા અગ્રેસન અને ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી
    Next Article
    વલસાડમાં ગરમીનો પારો 28 ડિગ્રીએ પહોંચ્યો:ગઈકાલ કરતાં તાપમાન ઘટ્યું, તાલુકાઓની સ્થિતિ જાણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment