Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં મિશ્ર ટ્રેન્ડ:સ્ટોક પિકિંગને કારણે બજારમાં સુધારો નોંધાયો હતો

    8 hours ago

    ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવ, વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ અને સંસ્થાગત રોકાણકારોની ગતિવિધિ વચ્ચે બજારમાં મિશ્ર પરંતુ સ્થિર વલણ જોવા મળ્યું હતું. નાટો (NATO) દેશોમાં યુદ્ધ મામલે અસંમતિ અને સમજૂતીની અટકળો વચ્ચે બજારમાં નીચલા મથાળેથી તેજી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 75502 સામે 75826 પોઈન્ટના મથાળેથી ખુલીને 75234 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 980 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 567 પોઈન્ટના ઉછાળા સાથે 76070 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23429 સામે 23520 પોઈન્ટના મથાળેથી ખુલીને 23372 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 297 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 183 પોઈન્ટના ઉછાળા સાથે 23613 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! મુખ્ય હાઇલાઇટ્સ : સ્થાનિક સપોર્ટ: ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) અને મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લોએ બજારને ટેકો આપ્યો. જીઓ-પોલિટિકલ સ્થિતિ: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની નાટો દેશોને આજીજી અને સમજૂતીની વધતી આશાએ બજારમાં સેન્ટિમેન્ટ સુધાર્યું. સેક્ટર રિસ્પોન્સ: બેન્કિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વેલ્યુ બાયિંગ જોવા મળ્યું, જ્યારે આઈટી અને મેટલમાં મર્યાદિત દબાણ રહ્યું. માર્કેટ બ્રેડ્થ : બજારની બ્રેડ્થ મિશ્રથી નકારાત્મક તરફ ઝુકેલી રહી હતી, છતાં પસંદગીના શેરોમાં ખરીદીને કારણે ઇન્ડેક્સ પ્લસમાં બંધ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 17.03.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23613 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23808 પોઈન્ટના પ્રથમ અને 23880 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23533 પોઈન્ટ થી 23474 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23404 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ઓબેરોઈ રિયલ્ટી ( 1454 ) :- રૂ.1424 નો પ્રથમ તેમજ રૂ.1417 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1467 થી રૂ.1474 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1480 ઉપર તેજી તરફી ધ્યાન...!! લોધા ડેવલોપર્સ ( 850 ) :- રૂ.838 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.830 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.863 થી રૂ.870 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1398 ) :- રૂ.1373 નો પ્રથમ તેમજ રૂ.1360 ના બીજા સપોર્ટથી ટૂંકાગાળે રૂ.1414 થી રૂ.1420 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! અદાણી પોર્ટસ ( 1371 ) :- ટ્રેડીંગલક્ષી રૂ.1384 થી રૂ.1390 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે. અંદાજીત રૂ.1330 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. જેએસડબ્લ્યુ સ્ટીલ ( 1168 ) :- રૂ.1133 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1183 થી રૂ.1190 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Tapi Crime News | તાપી ACBની સફળ ટ્રેપ લાંચની માંગણી ભારે પડી | Gujarati News | News 18 Gujarati
    Next Article
    "It Won't Be Too Long": Trump On Securing Strait Of Hormuz

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment