Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી:સેલોટેપથી વિંટેલા દડામાં માવો, તમાકુ, સીગારેટ અને મોબાઇલ મળ્યો, અજાણ્યા શખસ સામે ફરિયાદ

    1 day ago

    ભાવનગર જિલ્લા જેલની બહારથી અજાણ્યા શખસે પ્રતિબંધિત વસ્તુ ધરાવતો દડો જેલની અંદર ફેક્તા દડો હવાલદારના હાથમાં આવ્યો હતો. જે દડાની તપાસ કરતા તેમાંથી સિગારેટનું પેકેટ, મસાલો, તમાકુ, મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જે મામલે જિલ્લા જેલના જેલરે નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ગુનો નોંધાવ્યો હતો. જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લા જેલના જેલર ગ્રુપ-2 રણજીતસિંહ તેજમાલસિંહ સોલંકી એ ફરિયાદ નોંધાવી હતી કે, આજરોજ સવારના સમયે જેલની અંદર રેડીયો પ્રિઝન રૂમની સામેની બાજુ આવેલ છોડની પાસે કાળા કલરની સેલોટેપ વિંટેલ દડો જેલના હવાલદાર પ્રવિણભાઈ ભૌપાભાઈ બારૈયાને મળી આવ્યો હતો. જે દડો ખોલી ને તપાસ કરતા, તેમાંથી 138 બાગબાન તમાકુની પડીકી વાળો મસાલો, સીગારેટનું 1 પેકેટ, બુધાલાલ તમાકુની પડીકી 5 નંગ, ચુનાની ટોટી 4 નંગ, ચાર્જર, કીપેડ વાળો બેટરી સાથે સિમકાર્ડ વગરનો મોબાઇલ મળી આવ્યો હતો. જે મળી આવેલી જેલ પ્રતિબંધિત વસ્તુ ધરાવતા દડાને અજણાયા શખસે જેલની મુખ્ય દિવાલ કુદાવીને બહારના ભાગેથી ફેંકવામાં આવ્યો હતો, જે ફરિયાદના અનુસંધાને નિલમબાગ પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ BNS કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43, 45(12) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    Hockey World Cup 2026: India and Pakistan clubbed in the same pool for men’s event
    Next Article
    'Will Work Together For Restoration Of Peace': PM Modi Speaks To UAE President

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment