Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપામાં અવિશ્વાસનું વાતાવરણ, ક્વોલિટી કંટ્રોલના નામે લાખોની લહાણી:સરકારી બાબુઓ પરથી વિશ્વાસ ઉઠતા હવે કામની ગુણવત્તા જોવા પણ અલગથી ટેક્સના નાણાં ખર્ચાશે

    15 hours ago

    ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અને લોલમલોલની પરંપરાના આક્ષેપોના ફરિયાદોના વિવાદ વચ્ચે તંત્રને પોતાના જ કર્મચારીઓ અને એન્જિનિયરો પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ માહોલ ઊભો થયો છે. કેમ કે શહેરની ડ્રેનેજ લાઈનોની સફાઈ માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં ક્વોલિટી કંટ્રોલ માટે અલગથી લાખો રૂપિયાનો ખર્ચ કરવાની નવી આશ્ચર્યજનક પરંપરા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે એન્જિનિયરિંગ શાખાની એ જવાબદારી હોય છે કે કામગીરી ટેન્ડરની શરતો મુજબ થાય છે કે નહીં તે જોવું પરંતુ આ શાખાની છબી એટલી હદે ખરડાયેલી છે કે હવે ગુણવત્તા ચકાસવા માટે પણ વધારાનું આર્થિક ભારણ વહીવટી તંત્ર પર નાખવામાં આવ્યું છે. ગુણવત્તા જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન, છતાં ટેન્ડર મંજૂર કરી દીધું આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ડ્રેનેજ ડિસિલ્ટીંગની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 4.11 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે એક એજન્સીએ અંદાજિત ભાવ કરતા 23.23 ટકા નીચા ભાવ ભરીને કામ રાખ્યું છે. આટલા નીચા ભાવે કામ રાખ્યા બાદ ગુણવત્તા જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છતાં સ્થાયી સમિતિએ રૂ. 3.16 કરોડમાં આ ટેન્ડર મંજૂર કરી દીધું છે. નીચા ભાવે ટેન્ડર મેળવીને બાદમાં ખર્ચના બહાને બિલની રકમ બમણી ત્યારે મનપા તંત્રમાં એ પણ પ્રશ્ર ઉઠી રહ્યો છે કે, એસઓઆર મુજબ અંદાજ ગણવામાં એવો તો કેવો ઉત્સાહ કે એજન્સી નીચા ભાવે કામ કરવા તૈયાર થઈ છે. ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નીચા ભાવે ટેન્ડર મેળવીને બાદમાં એક્સેસ ખર્ચના બહાને બિલની રકમ બમણી કરી દેવાના અનેક કિસ્સા ગાજ્યા છે. 94 લાખથી વધુની રકમની જોગવાઈ આ વખતે પણ એ જ રમત રમાઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. 23 ટકા નીચા ભાવે ટેન્ડર મંજૂર કર્યા પછી પણ જીએસટી, કન્ટિજન્સી અને ક્વોલિટી કંટ્રોલના નામે કુલ 94 લાખથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે. ક્વોલિટી કંટ્રોલના નામે નવો ગતકડું ઉભું કરાયાની ચર્ચા રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ચૂંટણી નજીક હોવાથી એન્જિનિયરિંગ શાખાના ભરોસે રહેવાને બદલે ક્વોલિટી કંટ્રોલના નામે નવો ગતકડું ઉભું કરાયું છે. જેથી ભવિષ્યમાં કામમાં લોટપાણીને લાકડા થાય તો કોઈની જવાબદારી નક્કી ન કરી શકાય. આમ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શિતાના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવી રહ્યા છે અને અંતે તો પ્રજાના ટેક્સના નાણાંનો જ વેડફાટ થવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ જિલ્લામાં PGVCLની મેગા ડ્રાઇવમાં 88.41 લાખની વસુલાત:7 સબ ડિવિઝનમાં 94 ટીમોએ 458 કનેક્શન કાપ્યા, 1156 ગ્રાહકોએ બાકી બિલ ભર્યા
    Next Article
    Gujarat Rain Prediction Live | અઢી ઈંચ વરસાદ, વીજળી-પવન ધ્રુજાવી નાખશે! | Unseasonal Rain | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment