Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના આર્થિક વિકાસને બુલેટ ગતિએ વેગ મળશે:હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી અને સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ સાથે આર્થિક વિકાસના નવા દ્વાર ખુલશે

    2 days ago

    સુરત હવે માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી જ નહીં, પરંતુ ભવિષ્યના આધુનિક અને હાઈ સ્પીડ કનેક્ટિવિટી ધરાવતા ગ્લોબલ ઇકોનોમિક હબ તરીકે ઉભરી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સાયન્સ સેન્ટર ખાતે સુરત ઇકોનોમિક રિજન કનેક્ટ ધ સ્માર્ટ હાઈ સ્પીડ ઓપોર્ચ્યુનિટીઝ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સુરતના ભવિષ્યલક્ષી વિકાસ અને ખાસ કરીને હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટીથી સર્જાનારી તકો વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી. હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી વિકાસની નવી તકો સર્જશેઃ એમ. નાગરાજન કાર્યક્રમની શરૂઆતમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર અને સુડાના અધ્યક્ષ એમ. નાગરાજન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સુરત શહેર અને સમગ્ર સુરત ઇકોનોમિક રીજનના ભવિષ્યલક્ષી વિકાસ માટે એક મજબૂત મંચ પૂરો પાડવાનો છે. હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી દ્વારા જે વિકાસની નવી તકો સર્જાશે, તે માત્ર પરિવહન પૂરતી મર્યાદિત નહીં હોય, પરંતુ તે સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ અને પ્રાદેશિક આર્થિક મજબૂતીકરણમાં પણ ક્રાંતિકારી ફેરફારો લાવશે. સુરતને એક આયોજનબદ્ધ અને ઇન્ટિગ્રેટેડ અર્બન હબ તરીકે વિકસાવવા માટે પ્લાન્ડ અર્બન ડેવલપમેન્ટ અનિવાર્ય છે. નિષ્ણાતો દ્વારા સુરતના સર્વાંગી વિકાસ માટે રજૂઆત કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ સુરતના સર્વાંગી વિકાસ અંગે પોતાની રજૂઆતો કરી હતી, જેમાં ગુજરાત સરકારના નગર આયોજન અને મૂલ્યાંકન વિભાગના અધિક મુખ્ય નગર નિયોજક દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રાન્સફોર્મેટિવ ઇમ્પેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી લોન્ગ-ટર્મ ડેવલપમેન્ટ પોટેન્શિયલ અને કનેક્ટિવિટીના અદભૂત ફાયદા થશે. સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ વિશે ખાસ ચર્ચા NHSRCLના ચીફ આર્કિટેક્ટ એમ.એસ. કામિની શર્માએ પ્રોજેક્ટની પ્રગતિ અને ખાસ કરીને સ્ટેશન એરિયા ડેવલપમેન્ટના ભવિષ્યના પરિપ્રેક્ષ્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. સ્ટેશનની આસપાસના વિસ્તારોને કેવી રીતે સ્માર્ટ અને સુવિધાજનક બનાવવામાં આવશે તેની બ્લુપ્રિન્ટ રજૂ કરાઈ હતી. નીતિ આયોગના પ્રોગ્રામ ડિરેક્ટર એમ.એસ. અન્ના રોયે રીજનલ અર્બનાઇઝેશન અને પોલિસી પર્સ્પેક્ટિવ પર ભાર મૂકતા જણાવ્યું કે, ટ્રાન્ઝિટ લિંક્ડ ગ્રોથથી શહેરી વિસ્તરણ વધુ ટકાઉ અને વ્યવસ્થિત બનશે. ડોરિયન સ્કેલના સ્થાપક અને CEO ડો. પૂર્ણિમા ડોરે પ્રાદેશિક આર્થિક વિકાસ અને રોકાણની તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સુરતની પ્રાદેશિક સ્પર્ધાત્મકતા વધારવા માટે આર્થિક સ્ટ્રક્ચરિંગ પર ભાર મૂક્યો હતો. રોડ નેટવર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને ડેવલપમેન્ટ ઇન્ટરવેન્શન પર ભાર મુકાશે આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ સુડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી અને IAS અધિકારી રાજ સુથારે તેમના સંબોધનમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના H-Node Area Development વિશે મહત્વની માહિતી આપી હતી. સુડા વિસ્તારમાં સૂચિત ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ (TP Schemes)ના માધ્યમથી આ વિસ્તારને સુઆયોજિત અને ભવિષ્યલક્ષી બનાવવા માટે રોડ નેટવર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને ડેવલપમેન્ટ ઇન્ટરવેન્શન પર કામ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે, નવા NHSRCL સ્ટેશન વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં ઇન્ટિગ્રેટેડ એપ્રોચ અપનાવવો જરૂરી છે. જેમાં લેન્ડ યુઝ પ્લાનિંગ, રોજગારીની તકોનું સર્જન, રોકાણની સંભાવનાઓ અને ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ જેવા વિષયો કેન્દ્રસ્થાને રહેશે. આ મંચ દ્વારા સુરતને વધુ ગતિશીલ, આર્થિક રીતે પ્રગતિશીલ અને ભવિષ્ય માટે તૈયાર કરવા માટેના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરત શહેરી વિકાસ સત્તામંડળનો આ પ્રયાસ આવનારા સમયમાં સુરતને વૈશ્વિક નકશા પર એક સુનિયોજિત અને સ્ટ્રેટેજિકલી પ્લાન્ડ અર્બન રીજન તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    જંકશન પ્લોટનાં માર્ગો પરથી દબાણો દૂર કરાશે:મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ આરોગ્ય કેન્દ્રની સમીક્ષા કરી, શહેરની સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું
    Next Article
    Rights panel seeks reports from CBFC, MeitY, Google on Sanjay Dutt, Nora Fatehi starrer song’s ‘vulgar, suggestive lyrics’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment