Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીઆઈજી વિધિ ચૌધરીએ લુણાવાડામાં જન સંપર્ક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું:મહીસાગર જિલ્લાની મુલાકાત દરમિયાન પોલીસ કામગીરીની સમીક્ષા કરી

    2 days ago

    પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) વિધિ ચૌધરીએ મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નવનિર્મિત 'જન સંપર્ક કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું. આ 'જન સંપર્ક કેન્દ્ર' નાગરિકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેના કાર્યરત થવાથી સામાન્ય નાગરિકો માટે પોલીસનો સંપર્ક કરવો વધુ સરળ બનશે અને તેમની રજૂઆતોનું ઝડપથી નિરાકરણ લાવી શકાશે. મુલાકાતના ભાગરૂપે, ડીઆઈજીએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી. તેમણે પોલીસ હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી. પોલીસની રોજિંદી કામગીરીને વધુ સુદ્રઢ, પારદર્શક અને પ્રજાલક્ષી બનાવવા માટે તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 97.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પશુ આહારની આડમાં દારૂની હેરાફેરી, રાજસ્થાનના શખ્સને બલદાણા ગામેથી દબોચ્યો
    Next Article
    જંકશન પ્લોટનાં માર્ગો પરથી દબાણો દૂર કરાશે:મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ આરોગ્ય કેન્દ્રની સમીક્ષા કરી, શહેરની સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment