Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લુખ્ખાઓની ટાંટિયાતોડ સર્વિસ કરી વરઘોડો કાઢો':પૈસાની લેતીદેતીમાં પાટીદાર ખેડૂત પર હુમલો, કહ્યું- મારી નાખવાની ધમકી આપે છે; સુરતના પાટીદાર આગાવાન ભાવનગર પહોંચ્યા

    10 hours ago

    ભાવનગરના નાગધણીબા ગામ પાસે રહેતા ખેડૂત અશોક દુલાભાઈ ઇટાલિયા પર પૈસાની લેતીદેતી મામલે ચાર શખસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ ખેડૂતની સોનાની ચેન, વીંટી અને ઘડિયાળની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખેડૂતને ભય લાગી જતા સુરતથી પાટીદાર આગેવાનો મોટી સંખ્યામાં આવી હૂંફ આપી જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. અશોકભાઈએ પૈસા માંગતા સંજયે ફોનમાં બેફામ ગાળો ભાંડી સંજય ગોરધનભાઈ પરમાર ભોગ બનનાર અશોકભાઈની વાડીમાં ઘઉંના પાકમાં ભાગિયા તરીકે કામ કરતા હતા. સીઝન પૂર્ણ થતા હિસાબ દરમિયાન સંજય પાસે રૂપિયા 15,500 લેવાના નીકળતા હતા. અશોકભાઈએ રકમની માગણી કરતા સંજયે સુરતથી તેના પિતા પાસે હવાલો પડાવ્યો હતો. જોકે, થોડા દિવસ બાદ અશોકભાઈએ ફરી પૈસા બાબતે વાત કરતા સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને ફોન પર બેફામ ગાળો ભાંડી હતી. ચાર શખસોએ અશોકભાઈને આંતરીને હુમલો કર્યો હતો અશોકભાઈ આ અંગે ફરિયાદ કરવા જ્યારે પોતાની કાર લઈને વરતેજ પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા, ત્યારે ભંડારિયાના રસ્તે ચાર શખસોએ તેમને આંતરીને હુમલો કર્યો હતો. હુમલાખોરો અશોકભાઈ પાસેથી સોનાની ચેન, વીંટી અને ઘડિયા લૂંટી ગયા હતા. આરોપીઓએ ધમકી આપતી હતી કે, તને જાનથી મારી નાખવાનો છે અને તારી જમીન પણ સસ્તામાં પડાવી લેવાની છે. આ ઘટનાથી અશોકભાઈ એટલા ડરી ગયા કે, તેમણે જમીન વેચીને પલાયન થવા અથવા આત્મહત્યા કરવાની વાત કરી હતી. સુરતનો પાટીદાર સમાજ અશોકભાઈની વહારે આવ્યો આ ઘટનાની જાણ થતા જ સુરત પાટીદાર આગેવાન વિજય માંગુકિયા કારના કાફલા સાથે આગેવાનો અને સ્થાનિક પાટીદાર સમાજના આગેવાનો અશોકભાઈની વહારે આવ્યા હતા. પાટીદાર સેવા સંઘના આગેવાન વિજયભાઈએ જિલ્લા પોલીસવડા (SP) સાથે મુલાકાત કરી હતી. લુખ્ખાઓનો ટાંટિયાતોડ સર્વિસ કરી વરઘોડો કાઢવામાં આવે સુરત પાટીદાર આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, આ લુખ્ખાઓને, અસામાજિક અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા જે લોકો છે. જે ખાદ્ય પદાર્થોની અંદર પણ ક્યાંકને ક્યાંક નુકસાન કરતા હોય અને કેફી પદાર્થોનું સેવન કરતા હોય એવા લુખ્ખાઓને કડકાઈથી કામ લીને એનો વ્યવસ્થિત 'ટાંટિયાતોડ સર્વિસ' જે પ્રમાણે કરવામાં આવે એ રીતે ટાંટિયાતોડ સર્વિસ કરીને એને વરઘોડો કાઢવામાં આવે. પોલીસ લુખ્ખાઓ સામે કડકાથી કામ લે એવી વિનંતી જેથી આજુબાજુના લોકોની અંદર જે ખોફ છે. જે આ લોકોની દાદાગીરી છે એ ખતમ થાય એ દિશામાં પોલીસ કડકાથી કામ લે એવી વિનંતી છે. આ સાથે અશોક જે રીતે પડી ભાંગ્યા છે, અશોકભાઈ જે ખરાબ વાતો કરે છે, જે સુસાઇડ કરવાની વાત કરે છે એમને પણ ફોનમાં ટેલિફોનિક વાત કરાવીને હૂંફ પૂરી પાડવાનું કામ કર્યું છે કે કોઈને કઈ ડરવાની જરૂર નથી. પીડિત પરિવારને સુરક્ષા પૂરી પાડવા માંગ પોલીસ તંત્ર સૌના માટે છે. દરેક સમાજના લોકો એવું ઇચ્છે છે કે, અસામાજિક તત્વોનો જે ત્રાસ છે. એ ત્રાસથી મુક્તિ મળે અને જેવી રીતે ભારત સરકારનું એક સપનું છે કે, આતંકવાદને ખતમ કરવો છે. એવી રીતે આ પાટીદાર સેવા સંઘનું એક સપનું છે કે, આ વિસ્તારની અંદરથી લુખ્ખાઓ ખતમ કરવા છે અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોને કાયમી માટે ડામાં આવે, તેમજ પીડિત પરિવારને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આરોપીઓ સામે કોઈ જુબાની આપવા તૈયાર નથી જિલ્લા પોલીસવડાએ પીડિત અશોકભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમને હૂંફ આપી છે અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે. અશોકભાઈના પુત્ર આશિકે જણાવ્યું હતું કે, આરોપીઓ માથાભારે હોવાથી કોઈ જુબાની આપવા તૈયાર નથી, પરંતુ પોલીસ અને સમાજની મદદથી તેઓ ન્યાયની આશા રાખી રહ્યા છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં પાંચ શખસો સામે ફરિયાદ આ બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ નાગધણીબાના વતની અને હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા અશોક દુલાભાઈ ઇટાલિયા (ઉં.વ. 52) જેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમની નાગધણીબા ગામે આવેલી વાડીમાં સંજય ગોરધનભાઈ પરમાર નામના શખસે ભાગીદારીમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉંના હિસાબના પૈસા બાબતે અશોક અને સંજય વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાબતે પોલીસ ફરિયાદ કરવા જતા અશોકની કાર (GJ-04-EP-8130) ને ભંડારિયા માર્ગે ધોરીની વેણ પાસે ચાર શખસોએ આંતરી હતી, જેમાં ભડી ગામના ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી અને એક અજાણ્યા હુમલાખોરોએ અશોકનો કાઢલો પકડી, તેમને લાફા મારી અને તેમનું મોઢું સ્ટેરીંગ સાથે દબાવી દીધું હતું. આ દરમિયાન આરોપીઓએ ​ગળામાંથી અઢી તોલાની સોનાની રુદ્રાક્ષની માળા કિંમત રૂ.2,00,000, હાથની આંગળીઓમાંથી બે સોનાની વીંટી કિંમત રૂ.50,000 તથા ​ડાબા હાથમાં પહેરેલી સેકોન્ડા કંપનીની ઘડિયાળ કિંમત રૂ.50,000 નો મુદ્દામાલ કાઢી લીધો હતો. હુમલાખોરોએ ખેડૂતને ધમકી આપતા કહ્યું હતું કે, "આ વાડી બાજુ આવવાનું બંધ કરી દેજે, તારી વાડી સસ્તામાં લઈ લેવાની છે" તેમજ જો ફરીથી હિસાબ બાબતે માથાકૂટ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હુમલાના કારણે છાતીના ભાગે ગંભીર ઈજા થતા અશોકને તાત્કાલિક 108 મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ વોર્ડ નં. 1માં સારવાર હેઠળ છે. અશોકભાઈએ ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ, ગોપાલ પોપટભાઈ કોળી, એક અજાણ્યો શખસ તથા ભાગીયો સંજય પરમાર સહિત પાંચએ શખસો વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 309(6), 115(2), 352, 351(3) તથા 54 મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ફૂટપાથ પરથી મહિલાની લાશ મળી, પિતા,દાદા,દાદી અને ફોઈના ત્રાસથી 11 સાયન્સનો સ્ટુડન્ટ લટકી ગયો
    Next Article
    PCMC tax offices to stay open on holidays, weekends for final 15-day amnesty push

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment