Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈઝરાયલે કહ્યું- ઈરાનના સૌથી શક્તિશાળી અધિકારી લારીજાનીને મારી નાખ્યા:એરસ્ટ્રાઈકમાં બસીજ ફોર્સના કમાન્ડર સુલેમાનીનું પણ મોત, ઈરાને હજુ સુધી પુષ્ટિ કરી નથી

    1 day ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 18મો દિવસ છે. આ દરમિયાન ઈઝરાયલના રક્ષામંત્રી કાત્ઝે દાવો કર્યો છે કે ઈરાનમાં રાત્રે કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં દેશના સિક્યોરિટી ચીફ અલી લારીજાની માર્યા ગયા છે. તેઓ ઈરાનના સૌથી શક્તિશાળી અધિકારી માનવામાં આવે છે. આ પહેલા ઈઝરાયેલી સેના (IDF) એ પુષ્ટિ કરી હતી કે તેણે લારીજાનીને નિશાન બનાવ્યા હતા. આ સાથે જ IDF એ જણાવ્યું કે એક અલગ હુમલામાં ઈરાનની બસીજ પેરામિલિટ્રી ફોર્સના કમાન્ડર ગોલામરેઝા સુલેમાનીને પણ મારી નાખવામાં આવ્યા છે. રક્ષામંત્રી કાત્ઝે નિવેદનમાં જણાવ્યું હતું કે લારીજાની અને બસીજ કમાન્ડરને ખતમ કરી દેવામાં આવ્યા છે અને તેઓ એવા લોકોની સાથે જઈ મળ્યા છે, જેમને ઈઝરાયલ પહેલા જ મારી ચૂક્યું છે. જોકે, આ દાવાઓ પર અત્યાર સુધી ઈરાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ આવી નથી. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 'નંદાદેવી' જહાજ વાડીનાર પહોંચ્યું જામનગર-દ્વારકા હાઈવે નજીક આવેલા ખંભાળિયાના વાડીનાર દરિયાકાંઠે 'નંદાદેવી' નામનું એલપીજી કેરિયર જહાજ સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે દેશના એલપીજી પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જહાજમાં અંદાજિત 45,000 થી 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. શરૂઆતમાં આ જહાજને કંડલા પોર્ટ પર જવાનું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને વાડીનાર બંદર તરફ વાળવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો… અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Harish Rana Case Story : 13 साल बाद अंत के करीब? Harish Rana की कहानी | Harish Rana Case
    Next Article
    મમતા ભવાનીપુરથી ચૂંટણી લડશે, અહીં ભાજપના ઉમેદવાર સુવેન્દુ:તૃણમૂલે તમામ 291 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી; મમતાએ કહ્યું - બંગાળ જીતશે, દિલ્હીનો લાડુ હારશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment