Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌ કૃષિનું ‘ઝીરો વેસ્ટ – અર્નિંગ બેસ્ટ’ મોડેલ:રાજકોટમાં ગૌ માતાના દૂધમાંથી ડેરી પ્રોડક્ટ, મળ-મૂત્રમાંથી ઓર્ગેનિક ખાતર બનાવતા ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં અવ્વલ

    12 hours ago

    "અહીં ગૌશાળામાં 220 ગૌ માતા છે. તેના મળ-મૂત્રમાંથી ફર્ટિલાઇઝર બનાવું છું. આ ઓર્ગેનિક ખાતરના વેચાણથી હજારો ખેડૂતોને લાભ સાથે મને આવક મળે છે. ગાયના દૂધમાંથી ડેરી પ્રોડ્ટક્સના ઉત્પાદનથી કમાણી કરું છું ત્યારે પ્રાકૃતિક ખેતીની સફળતા સાથે વધારાની આવક તો ખરી જ." આ શબ્દો છે રાજકોટના ગુંદા ગામના ખેડૂત રાજેશભાઈ લીંબાસીયાના. જેઓ ગૌ કૃષિનું ‘ઝીરો વેસ્ટ – અર્નિંગ બેસ્ટ’ મોડેલ લાવ્યા છે. રાજકોટના ગુંદા ગામના રહેવાસી રાજેશભાઈએ પ્રાકૃતિક ખેતી અને વ્યવસાયમાં નિષ્ફ્ળતાનો સ્વાદ ચાખ્યો પણ હિંમત ન હારી. સતત પ્રયત્નો ચાલુ રાખ્યા. જીવન ચક્ર આગળ વધારવામાં તેમની ગાય તેમનો સહારો બનશે, તેવો અડગ વિશ્વાસ. એટલે પોતાના ફાર્મમાં ગૌ શાળા શરુ કરી. સતત 5 વર્ષની મહેનત બાદ 220 જેટલી ગાયો અને વ્યાવસાયિક અભિગમના કારણે આજે રાજેશભાઈનો સફળતાનો ઈન્ડેક્ષ આકાશને આંબી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે પ્રકૃતિના નિયમને સતત વળગી રહેવું જોઈએ. પ્રાકૃતિક ખેતી માટે જરૂરી ઓર્ગેનિક ખાતર બનાવવા માટે અમારી ગૌ માતા જ મદદે આવી. દરરોજનું હજારો મણ છાણ અને ગૌ મૂત્ર મારા માટે આશીર્વાદરૂપ બન્યું. મેં રાજ્ય સરકારની બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે મદદ લીધી. આજે રોજનું 1 લાખ લીટર ઓર્ગેનિક લીકવીડ ખાતરનું પ્રોડક્શન મને આ પ્લાન્ટ માંથી મળે છે. આ ઉપરાંત ઘન પદાર્થમાંથી અળસિયાનું વર્મી કમ્પોસ્ટ ખાતર અને ઘન જીવામૃત બનાવું છું. જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને કિચન ગાર્ડન માટે કાચા સોના જેવું ઉપયોગી થાય છે. આ સાથે જ 20 વીઘા જમીનમાં બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતી કરતા કરતા તેઓ અનેક ગણો નફો લણી રહ્યા છે. મારુ લક્ષ્ય બધા ખેડૂતોને નફાકારક ખેતી તરફ વાળી વીઘે બે થી ત્રણ લાખનું ઉત્પાદન કરતા જોવાનું છે. જેમાં જરૂરી માર્ગદર્શન અને સહાયરૂપ બનવા માટે તેઓ સતત કાર્યરત છે. બાયોગેસ પ્લાન્ટ અને ફર્ટિલાઇઝરમાંથી લાખોની આવક ખેડૂત રાજેશભાઈએ જણાવ્યુ હતુ કે, ગૌશાળાના વેસ્ટમાંથી બેસ્ટ મેળવવા મેં બાયોગેસ પ્લાન્ટ બનાવવાનું નક્કી કર્યું. મેં રૂ.2 કરોડના ખર્ચે 320 ઘન મીટરની ક્ષમતાનો પ્લાન્ટ બનાવ્યો. આ પ્લાન્ટ માટે મને રાજ્ય સરકારની રૂ.1.50 કરોડની સબસીડી મળી. પ્લાન્ટ અને મશીનરીની મદદથી હાઈ પી.એચ. અને ન્યુટ્રીશનયુક્ત રોજનું એક લાખ લીટર 'અમૃત જળ' અને ઘન ફર્ટિલાઇઝર તૈયાર કરું છું. ઘન ફર્ટિલાઇઝરમાં અળસિયાની મદદથી વર્મી કમ્પોસ્ટ અને ઘન જીવામૃત પણ અલગથી તૈયાર કરવામાં આવે છે. રૂ.20 ની કિંમતે તેઓ દરરોજ 20 હજાર લીટર પ્રવાહી ‘અમૃત જળ’નુ ખેડૂતોને વેચાણ કરે છે. આ ઉપરાંત, મહિનાનું 3 ટન વર્મી કમ્પોસ્ટ પ્રતિ કિલો રૂ.70 લેખે ખેડૂતો અને કિચન ગાર્ડન કરતા લોકોને વેચાણ કરી માસિક લાખો રૂપિયાની આવક મેળવે છે. પ્લાન્ટમાંથી ઉત્પ્ન્ન થતો મિથેન ગેસ નો ઉપયોગ ડેરી વ્યવસાયમાં કરી ઉર્જા બચત પણ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં બમણી આવક 20 વીઘા જમીનમાં રાજેશભાઈ બાગાયતી પાકની ખેતી કરે છે. જેમાં 5 વીઘા જમીનમાં માત્ર બારમાસી ફૂલ ગલગોટા વાવ્યા છે. ઉનાળામાં પણ આંખોને ઠંડક આપતા પીળા ગલગોટાની રેશમી ચાદર ખેતરમાં જોવા મળે. દર ચાર દિવસે 300 કિલો ગલગોટાના વેચાણથી રૂ.15000 ની હરીભરી આવક રળે. અહીં તેઓ રસોડામાં ઉપયોગી મરચી, ટમેટા, ફ્લાવર, મેથી, દૂધી સહિતના શાકભાજીનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત, સૌથી વધુ આવક રળી આપતો સરગવો તો ખરો જ. તેઓ જણાવે છે કે, એક જ ઝાડમાંથી 15 મણ સરગવાનું ઉત્પાદન ઓર્ગેનિક ખાતરના કારણે થાય છે. સરગવાની શીંગને સુકવીને તેનો પાવડર બનાવી વેચાણ દ્વારા તેઓ મબલખ કમાણી કરે છે. ગૌ શાળાનો નિભાવ ખર્ચ શૂન્ય, આવક અનેક ગણી ગુંદાની જય નારાયણ ગૌશાળામાં ગૌ માતાની જાળવણી માટે કોઈ કચાશ ન રાખતા ગૌ માતા થકી પ્રકૃતિનું નિયમન થાય છે. કૃષિ પેદાશમાં ગાય માતાનો રોલ ખુબ મહત્વનો છે. ગૌ શાળાનો નિભાવ ખર્ચ રોજનો રૂ.30 હજાર જેટલો આવે. જેમાં સરકાર તરફથી દર ત્રણ મહિને નિભાવ ખર્ચ પેટે રૂ.4 લાખ મળે. બાકીનો ખર્ચ હું ડેરી પ્રોડક્ટ્સ તૈયાર કરી વેચાણમાંથી કાઢું છું. આ જ દીર્ઘદ્રષ્ટિ સાથે 16 વર્ષીય પુત્ર કેવિને પિતાના બિઝનેસમાં જોડાઈ કિચન ગાર્ડનનો વ્યવસાય શરુ કર્યો છે. અભ્યાસની સાથોસાથ ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી પિતાની ફર્ટિલાઇઝરની પ્રોડક્ટ્સ કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ સહિત દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માંગે છે. હાલ વોટ્સએપ અને વેબસાઈટથી તેઓ ઓનલાઇન વેચાણ કરી રહ્યા છે. ‘બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર – 2026’ નો એવોર્ડ મેળવી ચૂકેલા રાજેશભાઈ ખેડૂતો માટે રોલ મોડેલ છે. તેમની મદદથી 1500 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં ફર્ટિલાઇઝરના યોગ્ય ઉપયોગથી વીઘે 2 થી 3 લાખની આવક મેળવી રહ્યા છે. તેઓ માને છે કે, પ્રાકૃતિક ખેતી થકી માત્ર ધરતી માતા જ નહીં, પરંતુ લાખો લોકોને સારું સ્વાસ્થ્ય મળી શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોને કારણે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વેગવંતી બની છે ત્યારે આવનારા સમયમાં કૃષિ વ્યાવસાયિકો ગૌ આધારિત કૃષિની મદદથી સમૃદ્ધિના નવા આયામ સ્થાપશે તેમ ચોક્કસ કહી શકાય.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં વેરો ન ભરનાર 4 દુકાનો સીલ:નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી, ₹2 લાખથી વધુનો વેરો બાકી
    Next Article
    Panchmahal Crime News | હાલોલમાં 12થી વધુ વાહનો બારોબાર વેચનાર ઠગ ઝડપાયો | Police | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment