Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્ટી હીરો વિવાદ પર વિક્રમ સિંહ ચૌહાણનું મોટું નિવેદન:ટીવી એક્ટરે કહ્યું- ''ધુરંધર' અને 'ટોક્સિક' જેવી ફિલ્મો એક આર્ટ છે, પસંદ ન પડે તો ન જુઓ'

    2 days ago

    ટીવી એક્ટર વિક્રમ સિંહ ચૌહાણ આ દિવસોમાં કલર્સના નવા શો ‘દો દુનિયા એક દિલ’માં ‘શિવાય’નું પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન વિક્રમે ડિજિટલ દુનિયા, ઓનલાઈન ફ્રોડ અને દર્શકોની બદલાતી પસંદ પર ખૂલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેણે ફિલ્મોમાં વધી રહેલા એન્ટી-હીરો અને ગ્રે પાત્રોના ટ્રેન્ડ પર પણ પ્રતિક્રિયા આપી. વિક્રમે કહ્યું કે, ''ધુરંધર' અને 'ટોક્સિક' જેવી ફિલ્મો પણ એક આર્ટ ફોર્મ છે અને દરેક ક્રિએટરને પોતાની વાર્તા લોકો સુધી પહોંચાડવાનો અધિકાર છે.' તેના મતે, 'જો કોઈને આવું કન્ટેન્ટ યોગ્ય ન લાગે, તો તે તેને ન જોવાનું પસંદ પણ કરી શકે છે.' પ્રસ્તુત છે વિક્રમ સિંહ ચૌહાણ સાથે થયેલી વાતચીતના કેટલાક મુખ્ય અંશો… પ્રશ્ન: ‘દો દુનિયા એક દિલ’માં તમારું પાત્ર બે અલગ-અલગ દુનિયા વચ્ચે કનેક્શન બનાવે છે. શું તમને લાગે છે કે, આજની ટેકનોલોજી લોકોને જોડવા કરતાં વધુ અલગ કરી રહી છે? જવાબ: મને લાગે છે કે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. જો તમે સંપૂર્ણપણે ડિજિટલ દુનિયાથી દૂર રહેશો તો પાછળ રહી જશો, કારણ કે આજકાલ મોટાભાગનું કામ ડિજિટલ પ્લેટફોર્મ પર જ થાય છે. પરંતુ જો તમે તેમાં ખૂબ જ ડૂબી જાઓ છો, તો તમારી વ્યક્તિગત વૃદ્ધિ અને ઉત્પાદકતા પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી જરૂરી છે કે આપણે બંને દુનિયા વચ્ચે સંતુલન જાળવીએ. પ્રશ્ન: આજના સમયમાં ડિજિટલ ફ્રોડ અને ફેક આઈડેન્ટિટી મોટો મુદ્દો બની ચૂક્યો છે. જો તમને ક્યારેય ઓનલાઈન ફ્રોડનો સામનો કરવો પડે તો તમે તેને કેવી રીતે હેન્ડલ કરશો? જવાબ:અમારા શોમાં પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈની સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે, તો તે cyber.gov.in પર જઈને તેની ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત ઘણા હેલ્પલાઈન નંબર પણ છે, જ્યાં કોલ કરીને રિપોર્ટ કરી શકાય છે અને પોલીસની મદદ લઈ શકાય છે. મારી સાથે વ્યક્તિગત રીતે આવું ક્યારેય બન્યું નથી, પરંતુ આ શો દ્વારા મને પણ આ જાગૃતિ મળી છે કે આવી સ્થિતિમાં ક્યાં સંપર્ક કરવો જોઈએ. પ્રશ્ન: OTT અને સોશિયલ મીડિયાના યુગમાં દર્શકોની પસંદગી ઘણી બદલાઈ ગઈ છે. શું હવે દર્શકો વધુ વાસ્તવિક અને અનફિલ્ટર્ડ વાર્તાઓ જોવા માંગે છે? જવાબ: મને લાગે છે કે દર્શકો હંમેશાથી જ રિયલ અને અનફિલ્ટર્ડ વાર્તાઓ જોવા માંગતા હતા. દરેક વ્યક્તિ કંઈક નવું, કંઈક રો અને અસલી અનુભવ કરાવતી વાર્તાઓ પસંદ કરે છે. જે વાર્તાઓમાં હ્યુમન કનેક્શન અને ઇમોશન હોય છે, તે જ દર્શકોને સૌથી વધુ સ્પર્શે છે. પ્રશ્ન: આજકાલ 'ધુરંધર' અને 'ટોક્સિક' જેવી ફિલ્મોમાં એન્ટી-હીરો કે ગ્રે પાત્રોનો ટ્રેન્ડ વધી રહ્યો છે. શું ટીવી પર પણ તેની અસર દેખાઈ રહી છે? જવાબ: મને લાગે છે કે આ એક આર્ટ ફોર્મ છે અને દરેકને પોતાની કલા લોકો સુધી પહોંચાડવાનો અધિકાર છે. જો કોઈને લાગે કે આવું કન્ટેન્ટ તેના પરિવાર કે સમાજ માટે યોગ્ય નથી, તો તે તેને ન જોવાનું પસંદ કરી શકે છે. ડિજિટલ દુનિયામાં અનેક પ્રકારનો કન્ટેન્ટ ઉપલબ્ધ છે, જેમાંથી કેટલીક વસ્તુઓ આ ફિલ્મો કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે છે. તેથી જરૂરી છે કે દર્શકો સમજદારીપૂર્વક પોતાની પસંદગીનો નિર્ણય લે.
    Click here to Read More
    Previous Article
    Compelling TV series inspired by the lives of extraordinary women
    Next Article
    ઈઝરાયલનો દાવો- ઈરાનના સૌથી શક્તિશાળી અધિકારી લારીજાની માર્યા ગયા:બસીજ ફોર્સના કમાન્ડર સુલેમાનીનું પણ મોત, ઈરાને હજુ સુધી પુષ્ટિ કરી નથી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment