Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ:એસોસિયેશને બેઠક બાદ નિર્ણય લીધો, ઈરાન સામે અમેરિકા યુદ્ધના કારણે ગેસની અછત અને ભાવની અનિશ્ચિતતા નડી

    2 days ago

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઇંધણ તરીકે વપરાતા પ્રોપેન અને નેચરલ ગેસની અછત તેમજ ભાવમાં અસ્થિરતાને કારણે મોરબી સિરામિક એસોસિએશને આગામી 1 મહિના સુધી તમામ કારખાનાઓ બંધ રાખવાનો ઐતિહાસિક સામૂહિક નિર્ણય લીધો છે. બેઠકમાં 500 ઉદ્યોગકારોની સહમતી આ ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આજે મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ચારેય ડિવિઝનના પ્રમુખોની આગેવાની હેઠળ અંદાજે 500 જેટલા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે ઇંધણની અનિશ્ચિતતા વચ્ચે ઉદ્યોગ ચાલુ રાખવો હવે આર્થિક રીતે સધ્ધર રહ્યો નથી. મુખ્ય સમસ્યાઓ અને કારણો પ્રોપેન ગેસનો અનિયમિત પુરવઠો: છેલ્લા 15 દિવસથી યુદ્ધની સ્થિતિને કારણે પ્રોપેન ગેસનો પુરવઠો ખોરવાયો છે. નેચરલ ગેસની મર્યાદા: ઉદ્યોગકારોને ફાળવવામાં આવેલા માસિક ક્વોટાનો 80% જથ્થો વપરાઈ ચુક્યો છે, જેના કારણે અનેક એકમોમાં સપ્લાય બંધ થઈ ગઈ છે. ભાવની અસ્થિરતા: ગેસના ભાવ સતત બદલાતા હોવાથી ઉત્પાદન ખર્ચનો અંદાજ મેળવવો મુશ્કેલ બન્યો છે. નવા ભાવ સાથે ઉત્પાદન શરૂ થશે મોરબી અને આસપાસના વિસ્તારમાં લગભગ 650 જેટલા સિરામિક એકમો 24 કલાક કાર્યરત રહે છે. એસોસિયેશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે, ગેસની ઉપલબ્ધતા અને ભાવમાં સ્થિરતા આવ્યા બાદ જ નવા ભાવપત્રક સાથે ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે. હાલની સ્થિતિમાં પ્લાન્ટ ચાલુ રાખવા અશક્ય હોવાથી આ સામૂહિક વેકેશન જેવો નિર્ણય લેવો પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Parliamentary panel recommends overworked bureaucrats get mental health support, ‘seva bhav’ training
    Next Article
    શ્રમિકોના દ્વારે હવે પહોંચશે ‘દવાખાનું’:વડોદરામાં 15 ધન્વંતરિ રથ દ્વારા બાંધકામ સાઇટ પર જ મફત સારવાર મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment