Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પ:વિધાનસભાના અધ્યક્ષના હસ્તે કેમ્પનો શુભારંભ, રોગના આગોતરા નિદાન પર ભાર

    2 days ago

    ગુજરાત વિધાનસભા ખાતે આજે એક વિશેષ તબીબી વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેમ્પનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. રોગના આગોતરા નિદાન પર ભાર આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રિવેન્ટિવ હેલ્થ કેરના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સતત લોકસેવામાં કાર્યરત રહેતા મહાનુભાવોના સ્વાસ્થ્યની દરકાર કરવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બિમાર પડ્યા પછી સારવાર લેવા કરતા રોગનું વહેલું નિદાન થાય તે વધુ અનિવાર્ય છે. સમાજમાં ધારાસભ્યો અને પત્રકારો બંનેની ભૂમિકા અત્યંત મહત્વની હોવાથી તેમનું તંદુરસ્ત રહેવું જરૂરી છે. પત્રકારો અને ધારાસભ્યોની કામગીરીની સરાહના શંકરભાઈ ચૌધરીએ પત્રકારોની કામગીરીને બિરદાવતા કહ્યું કે, પત્રકાર મિત્રો ગમે તેવી વિષમ પરિસ્થિતિ જેવી કે તડકો, વરસાદ કે કુદરતી આફતોમાં પણ જીવના જોખમે રિપોર્ટિંગ કરતા હોય છે. સતત બદલાતી ઘટનાઓ અને કામના ભારણને કારણે તેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. તેવી જ રીતે ધારાસભ્યો પણ પ્રજાના પ્રશ્નો અને સામાજિક જવાબદારીઓ વચ્ચે માનસિક તણાવ અનુભવતા હોય છે. આ વ્યસ્તતા વચ્ચે તેમનું સ્વાસ્થ્ય જળવાય તે માટે આ 1 દિવસીય કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો અભિગમ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ અને પત્રકારો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બને તે આ કેમ્પનો મૂળ હેતુ છે. ઘણીવાર વ્યસ્ત દિનચર્યાને કારણે નાની બીમારીઓ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે, જેનું નિદાન અહીં શક્ય બનશે. ગાંધીનગર પ્રેસ એક્રેડિટેડ પ્રેસ ક્લબના પ્રમુખ કિશોર અંજારીયાએ ઉમેર્યું હતું કે છેલ્લા 15 વર્ષથી તેઓ આ પ્રકારે મેડિકલ કેમ્પ દ્વારા જનજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. નિષ્ણાંત તબીબો અને આધુનિક સુવિધાઓ આ કેમ્પમાં બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ અને ઇસીજી જેવા ટેસ્ટની સ્થળ પર જ વ્યવસ્થા કરવામાં આવી હતી. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના હૃદયરોગ નિષ્ણાંતો, ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંતો અને કિડની હોસ્પિટલના નિષ્ણાંતો પણ જરૂરી સાધનસામગ્રી સાથે હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક અને ગાયનેક જેવા વિવિધ વિભાગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ સેવાઓ આપી હતી. જો કોઈને વધુ તપાસની જરૂર જણાશે તો તેમને GMERS મેડિકલ કૉલેજ ગાંધીનગર ખાતે રિફર કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, રમણભાઈ વોરા, સંજય કોરડીયા સહિત અનેક ધારાસભ્યો, સંયુક્ત સચિવ રીટા મહેતા અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Rajya Sabha Election Result Live : MLC के बदले में ओवैसी ने किया बड़ा समझौता, तेजस्वी को क्या मिला?
    Next Article
    ચિરાગ ગોટીની ટ્રાન્સફર વોરંટના આધારે બીલીમોરા પોલીસે ધરપકડ કરી:ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું, હસતા હસતા કહ્યું- 'હું ક્યાં એટલો મોટો હતો મીડિયાએ મોટો બનાવ્યો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment