Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી:ડીએસપી કચેરી ખાતે અધિકારીઓ સાથે ગુનાઓની સમીક્ષા કરી

    17 hours ago

    રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈ.જી. નિર્લિપ્ત રાયે સુરેન્દ્રનગર ડીએસપી કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી ગુનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. આઈ.જી. નિર્લિપ્ત રાયનું એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત ડીવાયએસપી દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પરેડ દ્વારા સલામી ઝીલ્યા બાદ ડીએસપી કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત લીંબડી, ધ્રાંગધ્રા અને ચોટીલા ડિવિઝનના ડીવાયએસપી તેમજ તમામ પોલીસ મથકના પીઆઈ હાજર રહ્યા હતા. આઈ.જી. રાયે જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ અને પોલીસની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ડીજીપી કપ અંતર્ગત ચેસ ટુર્નામેન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પાસે દોડતી ટ્રેનમાંથી મહિલા પડી:ઉતરવાનો પ્રયાસ કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, રેલવે પોલીસની તપાસ
    Next Article
    ચાણસ્માના ઝીલિયામાં ફાર્મ હાઉસ પર સશસ્ત્ર હુમલો, CCTV:8 ગાડીમાં 20 શખસ ધારીયા તલવાર સાથે ત્રાટક્યા, 112 જનરક્ષક વાનને નુકસાન; પોલીસે એક ગાડી સાથે 3 આરોપીને ડિટેઈન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment