Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકો લઘુશંકા કરવા ગયા ને મહિલાની સળગેલી લાશ જોઈ:નોબલનગર ચાર રસ્તા પર ફૂટપાથ પરથી મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસ ઘટનાસ્થળે

    10 hours ago

    અમદાવાદના નોબલનગર ચાર રસ્તા પાસે મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી છે. નોબલનગર ચાર રસ્તા પાસે ફૂટપાથ ઉપર જાળીઓમાં કચરાઓની વચ્ચે બળેલી હાલતમાં લાશ પડી હોવા અંગેનો મેસેજ મળતાં એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. નોબલનગર ચાર રસ્તા પાસે ફૂટપાથ પર મહિલાની બળેલી હાલતમાં લાશ મળી શહેરના નોબલનગર ચાર રસ્તા પાસે ફૂટપાથ ઉપર જાળીઓમાં એક મહિલાની બળેલી હાલતમાં લાશ પડી હોવા અંગેનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. જેના આધારે એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. પોલીસે FSLની ટીમને જાણ કરી એરપોર્ટ પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે નોબલનગર ચાર રસ્તાની સામેના ભાગે કોતરપુર વોટર વર્કસની દીવાલ નજીક આવેલી જાળીઓમાં એક મહિલાની બળેલી હાલતમાં લાશ પડી હતી. ઘટના અંગે પોલીસ દ્વારા એફએસએલની ટીમને જાણ કરવામાં આવી હતી. બાળકો લઘુશંકા કરવા ગયા ને લાશ જોઈ રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા કચરો બાળવાની આડમાં લાશને બાળી નાખી હોવાથી હાલ પૂરતું જાણવા મળ્યું છે. ફૂટપાથની સામેના ભાગે આવેલા ઝુપડપટ્ટીમાં રહેતા કેટલાક છોકરાઓ લઘુશંકા કરવા માટે જાળીઓ પાસે ગયા હતા તે દરમિયાનમાં મહિલાની બળેલી હાલતમાં લાશ જોઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે બાળકો દ્વારા ચાર રસ્તા ઉપર હાજર ટ્રાફિક પોલીસના TRB જવાનને જાણ કરવામાં આવી હતી. TRB જવાને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી આ મામલે TRB જવાને પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરી જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે લાશ સળગેલી હાલતમાં હતી. અંદાજિત 24 કલાકની અંદર લાશ બળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ ગુમ થયેલી મહિલા કે યુવતીઓ અંગેની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર હાઈવે પરથી બિયર ભરેલી બિનવારસી કાર ઝડપાઇ:પેટ્રોલ પંપ નજીક રેઢી પડેલી કારમાંથી 744 ટીન બિયર મળ્યા
    Next Article
    "Barbaric, Cowardly": India Condemns Pakistan's Airstrike On Kabul Hospital

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment