Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગ વિસ્તૃતિકરણનું કામ હાથ ધરાશે:નળ સર્કલથી શેખપીર સુધી દબાણ દૂર કરાશે

    9 hours ago

    ભુજને ફરતે પસાર થતાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો તેમજ નગરપાલિકાના માર્ગોનું વિસ્તૃતિકરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ભારે વાહનોની સતત અવરજવર અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માર્ગો પહોળા કરવાની કામગીરી અત્યંત જરૂરી બની છે. ખાસ કરીને નાગોર રેલવે ઓવરબ્રિજથી શેખપીર વચ્ચેનો અંદાજે આઠ કિલોમીટરનો માર્ગ લાંબા સમયથી સાંકળો રહેતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ કયા વિભાગના અધિકારમાં આવે છે તે બાબતે લાંબા સમયથી અનિશ્ચિતતા હતી. જેના કારણે માર્ગ પહોળો કરવાની કામગીરીમાં પણ વિલંબ થયો હતો. હવે આ મુદ્દે સ્પષ્ટતા થતાં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ (GSRDC) દ્વારા કામગીરી હાથ ધરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. નળ સર્કલથી શેખપીર સુધીના માર્ગને પહોળો બનાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત ટૂંક સમયમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બાબતે જીએસઆરડીસીના નાયબ કાર્યપાલક ઇજનેર રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે માર્ગ પહોળા કરવાની કામગીરી માટે હાલ પ્રાથમિક તબક્કે માર્કિંગ કરવામાં આવ્યું છે. માર્ગની હદથી લઈને કેન્દ્રબિંદુ સુધી જે સ્થળોએ દબાણ આવેલું હશે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે આ કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ ચોક્કસ સમયરેખા જાહેર કરવામાં આવી નથી, પરંતુ માર્ગ પહોળો કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તે નિશ્ચિત હોવાનું તેમણે જણાવ્યું હતું. માધાપર પોલીસ ચોકી નજીક વીરાંગના પાર્ક માર્ગ પાસે આવેલા પુલને પણ પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ કામગીરી માટે કેટલીક અડચણો પણ સામે આવી શકે છે. ખાસ કરીને માર્ગને અડીને આવેલા રહેણાંક મકાનો અંગે શું નિર્ણય લેવાશે તે બાબત મહત્વપૂર્ણ બનશે. જો આ મકાનોને અસર થાય તો તેને તોડવા કે અન્ય વિકલ્પ અપનાવવા અંગે વિચારણા કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ભુજથી ભીમાસર અને ભુજ ધર્મશાળા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું વિસ્તૃતિકરણ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં જીએસઆરડીસીના અધિકારમાં આવતો આ આઠ કિલોમીટરનો માર્ગ ઘણા સમયથી વિકાસથી વંચિત રહ્યો છે. હવે ટૂંક સમયમાં આ માર્ગના વિસ્તૃતિકરણ અંગે નિર્ણય લેવાશે તેવી આશા છે. માર્ગ પહોળો કરવાના કારણોસર જીએસઆરડીસી દ્વારા હાલ પ્રાથમિક તબક્કે માર્કિંગ કરવામાં આવ્યું છે ભાસ્કર ઈનસાઈડ માર્ગના કેન્દ્રથી 15 મીટર સુધી દબાણો હટાવાશે સામાન્ય રીતે માર્ગના કેન્દ્રથી 60 મીટર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગની જમીન વિસ્તૃત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવો નિયમ છે. પરંતુ હાલ રાજ્ય ધોરી માર્ગને નળ સર્કલથી શેખપીર સુધી કેન્દ્રથી 15 મીટર સુધીના અન અધિકૃત બાંધકામો દૂર કરવામાં આવશે. આ માટે અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. સરકારી જમીન પર સંબંધિત બાંધકામ કરનારને નોટિસો પણ અપાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    પ્રવાસ સાહિત્ય વ્યાખ્યાનમાળાનો ચોથો મણકો યોજાયો:‘પ્રવાસ એ માત્ર ભ્રમણ પૂરતો સીમિત નથી પરંતુ સંસ્કૃતિઓને જોડતો રાજમાર્ગ છે’
    Next Article
    Iran War Live Updates: Loud Blasts Heard In Dubai Again, UAE Shuts Airspace Over Missile, Drone Threats

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment