Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસની પળોજળ:ગેસના બાટલા નહીં મળેના ભયથી બુકિંગમાં વધારો,ઓટીપી ચકાસણીના ચક્કરમાં કતારો

    2 days ago

    બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લામાં હોટલ ચા ની કીટલી સહિત વાણિજ્ય હેતુ માટે અપાતા ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘરેલુ રાંધણ ગેસની બોટલના વિતરણ માટે ઓટીપીની રૂબરૂ ચકાસણી ફરજિયાત બનાવાઈ હોય એજન્સીઓ ઉપર ગ્રાહકોની કતાર જોવા મળી રહી છે. જોકે, ઘરેલુ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો હોવાનું એજન્સી ધારકો જણાવી રહ્યા છે. થરાદમાં સવારથી જ મહિલાઓ અને પુરુષો ગેસ સિલિન્ડર લેવા માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યાં છે. રમીલાબેન દવે, કિશોરભાઈ પટેલ, ઉમેશભાઈ પ્રજાપતિ સાહિતે જણાવ્યું હતું કે, કલાકો સુધી રાહ જોતા હોવા છતાં સિલિન્ડર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ગેસ ડીલર નરસિંહભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. પરંતુ લોકોમાં ભય ફેલાવાને કારણે બુકિંગમાં અસામાન્ય વધારો થયો છે. સામાન્ય રીતે જે ગ્રાહકોને એક સિલિન્ડર ત્રણ મહિના સુધી ચાલતો હોય છે. તે ગ્રાહકો પણ સ્ટોક ખૂટવાની આશંકાથી એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જેના કારણે ગોડાઉન પર ભીડ વધતી જોવા મળી રહી છે. બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહક દ્વારા ઓ. ટી. પી. આપવાનો હોય છે. જે ચકાસ્યા પછી જ સિલિન્ડર આપવામાં આવે છે. જેના કારણે પ્રક્રિયામાં થોડો સમય લાગે છે અને લાંબી લાઈનો જોવા મળે છે. નિયમિત રીતે 700-700 સિલિન્ડરનો જથ્થો આવી રહ્યો છે. તેથી ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. જોકે બુકિંગ વધવાને કારણે સિલિન્ડર પહોંચાડવામાં 4 થી 5 દિવસનો સમય લાગી શકે છે. ભીલડી પંથકમાં LPG ગેસ સિલિન્ડર લેવા લોકોની પડાપડી જોવા મળે છે..
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિકજામની સમસ્યા વકરી:પાલનપુરમાં આકેસણ નાળા નજીક કામગીરીથી ટ્રાફિકજામ
    Next Article
    Parents’ prerogative to decide on school for children: Punjab CM Bhagwant Mann

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment