Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણપત યુનિ.માં ટોક સિરિઝ‎નું આયોજન કરાયું:એઆઈ આગામી સમયમાં શાસન વ્યવસ્થામાં ક્રાંતિ લાવશે: પ્રકાશ કુમાર

    2 days ago

    ગણપત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી ટોક સિરીઝના 11માં સંસ્કરણનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યુ. વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના નેજા હેઠળ ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધી ફ્યુચર ઓફ ગવર્નન્સ ઇન ઇન્ડિયા વિષય પર યોજાયો હતો. મુખ્ય વક્તા નિવૃત આઈ.એ.એસ. અધિકારી અને વાધવાની ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ પ્રકાશકુમારે ડિજિટલ ઇન્ડિયાના ભવિષ્ય અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આધાર, યુ.પી.આઈ. અને ડીજી-લોકર ને ભારતના ડિજિટલ શાસનના મજબૂત સ્તંભો ગણાવ્યા હતા. સાથે જ તેમણે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) દ્વારા કરોડો નાગરિકો સુધી સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓ પારદર્શક રીતે કેવી પહોંચી રહી છે તેનો પણ ચિતાર આપ્યો હતો. પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સિસ્ટમ્સ જેવી નવી ટેક્નોલોજી આગામી સમયમાં શાસન વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. વધુ મા તેમણે કહ્યું હતું કે, ડિજિટલ પ્લેટફોર્મ્સના કારણે દેશમાં નાણાકીય પારદર્શિતા અને અસરકારક અમલીકરણ શક્ય બન્યુ છે. કાર્યક્રમ મા ડૉ. ગણપતભાઈ આઈ. પટેલ પ્રેસિડેન્ટ, ગણપત યુનિવર્સિટી ,ડૉ. મહેન્દ્ર શર્મા ગ્રુપ પ્રો ચાન્સેલર,પ્રો. ડૉ. આર. કે. પટેલ ,ડિરેક્ટર જનરલ ,પ્રો. ડૉ. કિરણ અમીન , એક્ઝિક્યુટિવ ડીન અને ડેપ્યુટી પ્રો વાઇસ ચાન્સેલર ,પ્રો. ડૉ. સુબ્રત સાહુ, સીનિયર ડિરેક્ટર એક્રેડિટેશન અને અસેસમેન્ટ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    UP ATS arrests 19-year-old BDS student over alleged ISIS module link
    Next Article
    આરોગ્ય ટીમોની 8 ગાયનેક હોસ્પિટલોમાં સર્ચ કાર્યવાહી‎:ગેરકાયદે જાતિ પરીક્ષણ અંગે હોસ્પિટલોમાં સગર્ભા મહિલાની મદદથી સ્ટિંગ ઓપરેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment