Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ આજથી પાંચ દિવસ અમદાવાદની મુલાકાતે:વર્લ્ડ હેરિટેજ સિટીમાં કાલુપુર રેલવે સ્ટેશન સહિત ચાર મહત્વના પ્રોજેક્ટ પર ચર્ચા કરશે

    11 hours ago

    દેશમાં વૈશ્વિક ઓળખ ધરાવનાર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઇકોમોસ)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ આજે 17 માર્ચના રોજ અમદાવાદની મુલાકાતે આવવાનું છે. પાંચ દિવસ અમદાવાદ ખાતે આ પ્રતિનિધિ મંડળ રહેશે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં ઓળખ ધરાવતા એવા કોટ વિસ્તારમાં કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ, દાણાપીઠ ફાયર સ્ટેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના હેરિટેજ બિલ્ડીંગના ચાર પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે કેટલાક પ્રશ્નો હોવાથી આ પ્રતિનિધિ મંડળ મુલાકાતે આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 18 માર્ચે મ્યુનિસિપલ ઓફિસ ખાતે મહત્વની બેઠક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ આજે મોડી રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચશે, ત્યાર બાદ 18 માર્ચના રોજ દાણાપીઠ મ્યુનિસિપલ ઓફિસ ખાતે એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં યુનેસ્કો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને ઇકોમોસના ટેકનિકલ રિવ્યુ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ચાર પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે ચર્ચા થવાની શક્યતા કાલુપુર રેલવે સ્ટેશન પ્રિસિન્ટ ડેવલોપમેન્ટ, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ એવા બંને પ્રોજેક્ટના કારણે કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થવાનું જોખમ હોવાની બાબતો તેમજ હેરિટેજ ઇમારતોને થઈ રહેલા નુકસાનને રોકવા શું કરવામાં આવ્યું તેની સમીક્ષા પણ કરાશે. દાણાપીઠ ફાયર સ્ટેશનમાં પાર્કિંગને લઈને વધુ મોટી સમસ્યા ઊભી થશે એ બાબતો ઉપર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. ફાયર સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે 19 માર્ચના રોજ સવારના સમયે ઇકોમોસના એક્સપર્ટ એલિઝાબેથ વાઈન્સ અને યુનેસ્કોના એકસપર્ટ રોલેન્ડ લિન પોતે દાણાપીઠ ફાયર સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લેશે. આ પ્રોજેક્ટ્સ સ્થળ પર કેવા દેખાય છે અને તેનાથી આસપાસના ઐતિહાસિક માળખા પર શું અસર પડી રહી છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે. 21 માર્ચે મ્યુ. કમિશનર સાથે બેઠક બાદ દિલ્હી પરત ફરશે આ પાંચ દિવસીય 'રિયેક્ટિવ મોનિટરિંગ મિશન' દરમિયાન ટીમ દ્વારા ભદ્રના કિલ્લાના સંરક્ષણ, સરદાર પટેલ મ્યુઝિયમના સંરક્ષણ, ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ સહિતના ચાલી રહેલા પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરાશે. 21 માર્ચના રોજ મ્યુનિસિપલ કમિશનર સાથેની અંતિમ બેઠક બાદ આ ટીમ દિલ્હી પરત ફરશે. યુનેસ્કોનો આ રિપોર્ટ અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટી મહત્વનું સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણી મામલે હાઇકોર્ટનો ચુકાદો:વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા સુધી યથાવત; કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ચૂંટણી લડવા અયોગ્ય
    Next Article
    ફાયરકર્મીએ સગીર વયે માસૂમને પ્રેમમાં ફસાવી અપહરણ-દુષ્કર્મ કર્યું:વીડિયો વાયરલ કરવાની ધમકીથી વારંવાર સંબંધ બાંધ્યા, જાહેર રોડ પર છેડતી કરતા લોકોએ ઢોર માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment