Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર. માધવનના નામે સોશિયલ મીડિયા પર મોટું ફ્રોડ!:એક્ટરે ફેક એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કરી ચાહકોને સાવચેત કર્યા

    1 week ago

    એક્ટર આર. માધવને ચાહકોને એક ફ્રોડ સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે એલર્ટ કર્યા છે, જે સોશિયલ મીડિયા પર લોકોનો સંપર્ક કરવા માટે તેના નામનો ઉપયોગ કરી રહ્યું છે. તેણે કહ્યું કે, આ એકાઉન્ટ તેની કે તેની ટીમ સાથે કોઈપણ રીતે જોડાયેલું નથી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આર. માધવને ચાહકોને સાવચેત કર્યા માધવને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે ફેક હેન્ડલનો સ્ક્રીનશોટ શેર કર્યો. તેણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર કોઈ અન્ય એકાઉન્ટ તેને રિપ્રેઝેન્ટ કરતું નથી અને ન તો તેની તરફથી લોકો સાથે વાત કરે છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, આ વ્યક્તિ પોતાને તેનો પ્રતિનિધિ ગણાવીને સોશિયલ મીડિયા પર લોકોનો સંપર્ક કરી રહ્યો છે, જે સંપૂર્ણપણે નકલી છે. તેણે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. માધવને એમ પણ કહ્યું કે ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના સિવાય કોઈ અન્ય એકાઉન્ટ તેની વતી વાત કરતું નથી. આ મામલે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. ‘ધુરંધર 2’માં જોવા મળશે આર. માધવન આર. માધવન ટૂંક સમયમાં ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’માં જોવા મળશે. આ ફિલ્મ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 'ધુરંધર'ની સિક્વલ છે. તેમાં માધવન ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર અજય સાન્યાલની ભૂમિકા ભજવતા જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    Fresh trouble in Assam Congress? In letter to senior leadership, former minister Bordoloi flags ‘humiliation’
    Next Article
    Editor's View: ઇરાન યુદ્ધથી 16 દેશમાં હાહાકાર:મોંઘવારી-ભૂખમરાનો અજગર ભરડો, ગેસથી ખતરનાક ખાતર સંકટ, દુનિયામાં ભયાનક અસર, ગલ્ફમાં 90 લાખ ભારતીયો મુશ્કેલીમાં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment