Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાન્યે વેસ્ટનો દિલ્હીનો કોન્સર્ટ પોસ્ટપોન:ઈરાન-ઈઝરાયલ યુદ્ધને પગલે શો પર અસર; અમેરિકી રેપરને રુબરુ સાંભળવા ચાહકોએ બે મહિના રાહ જોવી પડશે

    8 hours ago

    અમેરિકી રેપર કાન્યે વેસ્ટનો દિલ્હીમાં યોજાનારો મેગા કોન્સર્ટ મુલતવી રાખવામાં આવ્યો છે. આ શો પહેલા 29 માર્ચે યોજાવાનો હતો, પરંતુ હવે તેને 23 મે, 2026 માટે ફરી શેડ્યૂલ કરવામાં આવ્યો છે. રેપરે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફેરફારની જાણકારી આપતા ચાહકો સાથે અપડેટ શેર કર્યું. સુરક્ષા કારણોસર કોન્સર્ટ મુલતવી કાન્યે વેસ્ટે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, મિડલ ઇસ્ટમાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને પ્રાદેશિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેપરે તેની પોસ્ટમાં લખ્યું કે, તેના માટે ચાહકો, કલાકારો અને પ્રોડક્શન ટીમની સુરક્ષા સર્વોપરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શોની તારીખને આગળ વધારવી જરૂરી હતી. જૂની ટિકિટો જ માન્ય રહેશે રેપરે આગળ લખ્યું કે, 'શો મુલતવી રહેવાથી એવા ચાહકોને ચિંતા કરવાની જરૂર નથી, જેમણે પહેલાથી જ ટિકિટ બુક કરાવી લીધી હતી. 29 માર્ચના શો માટે ખરીદવામાં આવેલી તમામ ટિકિટો 23 મેના રોજ યોજાનાર ફરીથી નિર્ધારિત શો માટે માન્ય રહેશે.' તેણે પોતાના મેસેજમાં લખ્યું, 'તમારી સમજણ અને સતત સહયોગ બદલ આભાર. અમે સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યા છીએ.' ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધ્યો તણાવ આ કોન્સર્ટ મોકૂફ રહેવા પાછળ વૈશ્વિક સ્તરે ચાલી રહેલું યુદ્ધ મુખ્ય કારણ છે. તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં ત્યાંના સુપ્રીમ લીડર અલી ખામેનીનું મૃત્યુ થયું હતું. આ ઘટના પછી સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધ્યો છે, જેની અસર હવે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને કોન્સર્ટ પર પણ દેખાવા લાગી છે. કાન્યે પહેલીવાર ભારત આવવાના હતા કાન્યે વેસ્ટનો ભારતમાં આ પહેલો મોટો શો થવાનો હતો, જેને લઈને મ્યુઝિક લવર્સમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દિલ્હીનો આ કાર્યક્રમ લાંબા સમયથી ચર્ચામાં છે. કાન્યે વેસ્ટ 24 વખત ગ્રેમી વિજેતા છે.
    Click here to Read More
    Previous Article
    Suvendu Adhikari fielded from Nandigram, Mamata’s seat Bhabanipur: What’s behind the BJP strategy?
    Next Article
    ભારતે જપ્ત કરેલા 3 ટેન્કર છોડવાની ઈરાને માગ કરી:દુબઈ એરપોર્ટ પર વિદેશી એરલાઈન્સના પ્રવેશ પર પ્રતિબંધ, ડ્રોન હુમલા બાદ UAEનો નિર્ણય

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment