Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં યુવકનું કારમાં અપહરણ કરી કુહાડી-પાઈપથી મોતને ઘાટ ઉતાર્યો:અડધો કિમી દૂર લઈ જઈ ફેંકી દીધો, સાનભાન ખોઈ બેસેલી પત્નીએ કહ્યું-મરી જઈશ, મને મારો ભાવલો જોઈએ

    2 days ago

    રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જૂની અદાવતમાં 6 શખસોએ કુહાડી અને પાઈપના ઘા મારી એક યુવકનું ઢીમ ઢાળી દીધાનો બનાવ સામે આવ્યો છે. ભાવેશ વાણવી નામના યુવકને ડ્રીમ સિટી પાસે માર મારી કારમાં અપહરણ કર્યું હતું. ત્યાર બાદ અડધો કિમી દૂર ગ્રીન સિટી તેને ફેંકીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ હત્યા કેસમાં મુખ્ય આરોપી હમીર જોગરાણા તથા અન્ય 4થી 5 શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવકનું મોત થતાં પરિવાર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પહોંચ્યો હતો. જ્યાં મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. તેમજ PM રૂમની બહાર દલિત સમાજે ધરણાં શરૂ કર્યા હતા.ત્યાર બાદ સમાજના આગેવાનોએ કલેક્ટરને મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ કરતું આવેદન પત્ર આપ્યું હતું. સિવિલ હોસ્પિટલે આવેલા પરિવારજનોએ કહ્યું કે, ભાવેશને એટલો ક્રુરતાથી માર મારવામાં આવ્યો હતો કે શરીરનું એકેય અંગ બાકી નથી રાખ્યું. સુદ્ધબુદ્ધ ખોઈ બેસેલી પત્નીએ કહ્યું-હું મરી જાય, મને મારો ભાવલો જોઈએ છે. મૃતકના માતાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, મારા દીકરો 2 લાખ રૂપિયા લઈ સમાધાન માટે ગયો હતો. તેઓએ છેતરીને મારા દીકરા પર ઘા કર્યો. જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ પરિવારે મુખ્યમંત્રીને રજૂઆત કરતું આવેદનપત્ર રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશને સોંપ્યું હતું. 150 ફૂટ રીંગ રોડ પરથી ભાવેશને કારમાં ઉઠાવી જઈ હુમલો કરાયો નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલ પરમાર દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિવારના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર ભાવેશ વાણવી તેમજ પ્રિન્સ વાણવી સાથે રૈયા રોડ પરના સોપાન હાઈટ્સ પાસે બેઠા હતા. તેમજ ત્યારબાદ ત્રણેય મિત્રો ઘરે જમવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ સ્વીફ્ટ કાર તેમજ બાઈક લઈને અમારી પાછળ આવ્યા હતા. તેમજ તેમના દ્વારા લાકડી, ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે ભાવેશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પ્રિન્સ પણ ત્યાં ઉભો રહેતા પ્રિન્સને પણ માર મારવામાં આવ્યો હતો. ડર લાગવાના કારણે હું ત્યાંથી સાઈડમાં જતો રહ્યો હતો. ત્યારબાદ કારમાં આવેલા વ્યક્તિઓ ભાવેશને કારમાં બેસાડીને ત્યાંથી લઈને જતા રહ્યા હતા. પ્રિન્સને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ શખ્સોએ ભાવેશને કારમાં ઉઠાવી જઈ નવા 150 ફૂટ રિંગ રોડ પર ગ્રીન સિટી પાસે છોડી મૂક્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ હુમલામાં ભત્રીજા પ્રિન્સને પણ દાખલ કરવામાં આવ્યો હતો. જાણ થતાં ક્રાઈમ બ્રાંચ તથા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ પટેલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત ભાવેશે અગાઉ શાંતિનગરના ગેટ પાસે રસનો ચીચોડો ચલાવતા હમીર મેરાભાઈ જોગરાણા સામે રસના ચીચોડા બાબતે કોર્પોરેશનમાં અરજી કરી હતી. આ બાબતે માથાકૂટ ચાલતી હતી. કોણે કોણે હુમલો કર્યો? ભાવેશ પર હમીર જોગરાણા, રવિ જોગરાણા, સાગર જોગરાણા અને ગોપાલ મેરા જોગરાણા, લાલો ઘુઘા સભાડ સહિતના શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.તેમજ આ બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમે ખસેડવામાં આવતા ત્યાં સંબંધીઓ અને તેમના સમાજના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને આરોપી પકડાયા બાદ જ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક સમય મિરરમાં પત્રકાર હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા જાણવા મળ્યું છે. મૃતક બે બહેનનો એકનો એક ભાઈ, સંતાનમાં બે દીકરા મૃતક ભાવેશ બે બહેનનો એકનો એક ભાઈ હતો.તેમના બે બહેન શિલ્પાબેન અને તારીકાબેન નામ છે.તેમજ તેમના પત્નીનું નામ દિવ્યાબેન છે તેમજ સંતાનમાં બે પુત્ર લક્ષ(ઉ.7) અને અંશ(ઉ.4) છે.પોતે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ભાવેશ વિરુદ્ધ ધમકી અંગેની ત્રણેક ફરિયાદ અને એક વખત પાસા થઈ હતી મૃતક ભાવેશ વાણવી સામે અગાઉ તેમનો અને બિલ્ડરનો એક ઓડિયો વાઇરલ થયો હતો.તેમજ સાધુવાસવાણી રોડ પર પાર્સલ આપવા મામલે તેમના છાત્રાલયના સંચાલકો સાથે માથાકૂટ પણ કરી હતી.જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમજ પોલીસે ભાવેશને પાસા તળે જેલ હવાલે કર્યો હતો.તે થોડા સમય પહેલા જેલમાંથી છૂટયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે. મારો દીકરો સમાધાન માટે 2 લાખ રૂપિયા લઈને ગયો હતો- ગીતાબેન મૃતક ભાવેશના માતા ગીતાબેન વાણવીએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, હું ઘરે આવી ત્યારે ભાવલાએ કહ્યું હું થોડીવારમાં આવું છું. અમને કોઈને બોલવા ન દે એવો મારો દીકરો હોશિયાર હતો. વીડિયો વાઈરલ કર્યો, એમાં એ લોકોએ વિશ્વાસઘાત કર્યો. ધમકી દઈ મારા દીકરા પાસે સમાધાન કરાવી લીધું. 2 લાખ રૂપિયા સમાધાન માટે લઈ ગયો હતો. વીડિયો કઢાવી નાખી છેતરીને મારા દીકરા પર ઘા કર્યો છે. આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમે ખસેડવામાં આવતા ત્યાં સંબંધીઓ અને તેમના સમાજના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને આરોપી પકડાયા બાદ જ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક પત્રકાર હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા જાણવા મળ્યું છે. ભાવેશનું એકેય અંગ એવું નથી જ્યાં માર ન માર્યો હોય- માવજીભાઈ રાખસીયા સામાજિક આગેવાન માવજીભાઈ રાખસીયાએ જણાવ્યું હતું કે, અમારા સમાજના યુવાન ભાવેશ વાણવીની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. 10 થી 12 શખ્સોએ હૂમલો કર્યો હતો. જેમાં યુવાનનું એક પણ અંગ એવું નથી જ્યાં માર ન માર્યો હોય. જેથી પોલીસ આરોપીઓની સાન ઠેકાણે લાવે તેવી માંગણી છે. રસના ચીચોડાના જૂના મનદુઃખના કારણે યુવાનની હત્યા કરવામાં આવી: DCP DCP ઝોન-2 રાકેશ દેસાઈએ જણાવ્યુ હતુ કે, મૃતક ભાવેશ વાણવીને હમીર ભરવાડ અને તેમની સાથેના શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રસના ચીચોડાના જૂના મનદુ:ખમાં યુવાનની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. જેથી રાજકોટ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. એક અઠવાડિયામાં બીજા દલિત યુવાનની હત્યા કરવામાં આવી-રાજુ સોલંકી રાજકોટમાં દલિત સમાજના યુવાનની હત્યાની ઘટના બની છે ત્યારે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકી રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, એક અઠવાડિયામાં બીજા દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે. જૂનાગઢના જૂથળ ગામે ભરત સોંદરવા નામના યુવાનની હત્યા કરવામાં આવી અને હવે ભાવેશ વાણવીની હત્યા થઈ છે. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મૃતક ભાવેશ બે બહેનનો એકનો એક ભાઈ હતો.તેમના બે બહેન શિલ્પાબેન અને તારીકાબેન નામ છે.તેમજ તેમના પત્નીનું નામ દિવ્યાબેન છે તેમજ સંતાનમાં બે પુત્ર લક્ષ્ય (ઉ.7) અને અંશ (ઉ.4) છે.પોતે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. મૃતક વિરુદ્ધ 10 ફરિયાદ અને એક વખત પાસા થઈ ચૂકી છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ હરેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભાવેશ વિરુદ્ધ દસ જેટલા ગુના અગાઉ નોંધાઇ ચૂક્યા છે. જેમાં રાયોટીંગ, મારામારી, પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમજ ભાવેશ વિરુદ્ધ અગાઉ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ હત્યા કેસમાં મુખ્ય આરોપી હમીર જોગરાણા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા ભાવેશનું અપહરણ ડ્રીમ સિટી પાસેથી કરવામાં આવ્યું હતું. તેમજ ત્યારબાદ શીતલ પાર્ક ચોકડી નજીક તેને કારમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ડીસીપી ઝોન ટુ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ સહિતની જુદી જુદી ટીમો બનાવી બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. તો સાથોસાથ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના માધ્યમથી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Rashmika Mandanna and Vijay Deverakonda share photos from fun-filled haldi, Pushpa star says she won ‘all the games that day’
    Next Article
    વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:રાજકોટનાં નાગેશ્વરમાં રેઢી પડેલી અર્ટિગા કારની તપાસ કરતા 720 બોટલ મળી, 6.87 લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે માલિકની શોધખોળ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment