Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધર્મેન્દ્રને ઓસ્કરમાં સન્માન ન મળતા હેમા માલિની લાલઘૂમ:એક્ટ્રેસે કહ્યું- 'જેને કરોડો ચાહકો પ્રેમ કરે છે, તેવા કલાકારની અવગણના ઓસ્કર કમિટી માટે શરમની વાત છે'

    4 days ago

    હોલીવુડનો સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ સમારોહ આજે વહેલી સવારે યોજાયો હતો. આ દરમિયાન એકેડેમી એવોર્ડ્સના 'ઇન મેમોરિયમ' સેગમેન્ટને લઈને સોશિયલ મીડિયા પર રોષ ફેલાઈ રહ્યો છે. આ સેગમેન્ટમાં તે કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમનું તાજેતરમાં નિધન થયું હોય. આ વખતે દિગ્ગજ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું હોવા છતાં તેમનું નામ તેમાં સામેલ કરવામાં આવ્યું ન હતું, જેનાથી તેમના ચાહકો નારાજ થઈ ગયા. ચાહકો ઉપરાંત પીઢ એક્ટ્રેસ, સાંસદ અને ધર્મેન્દ્રના બીજા પત્ની હેમા માલિની પણ ઓસ્કર કમિટી પર લાલઘૂમ થઈ ગયા છે. લાઇવ ટેલિકાસ્ટમાં ધર્મેન્દ્રને સન્માનિત ન કરતા ચાહકોમાં રોષ ધર્મેન્દ્રનો એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ (AMPAS)ની સત્તાવાર ઓનલાઇન યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યાદીમાં અન્ય પાંચ ભારતીય ફિલ્મ હસ્તીઓ- એક્ટ્રેસ સરોજા દેવી, મનોજ કુમાર, જયશ્રી કબીર, કોટા શ્રીનિવાસ રાવ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા એસ. કૃષ્ણસ્વામીના નામ પણ સામેલ હતાં. 98મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર)ના લાઈવ ટેલિકાસ્ટમાં ધર્મેન્દ્રને સન્માનિત કરવામાં ન આવતા ભારતીય ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી હતી. નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2026માં લંડનમાં યોજાયેલા 79મા બાફ્ટા (BAFTA) એવોર્ડ્સમાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાફ્ટાના 'ઇન મેમોરિયમ' મોન્ટેજમાં સામેલ થનારા તેઓ એકમાત્ર ભારતીય એક્ટર હતા. 'ધર્મેન્દ્ર માટે એવોર્ડ કરતાં દર્શકોનો પ્રેમ વધુ અગત્યનો હતો' ઓસ્કર સમારોહ પછી સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે સવાલ ઉઠાવ્યો કે ભારતીય સિનેમાના આટલા મોટા સ્ટારને આ સેગમેન્ટમાં કેમ યાદ કરવામાં આવ્યા નહીં. ધર્મેન્દ્રએ હિન્દી સિનેમામાં છ દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું અને ઘણી યાદગાર ફિલ્મો આપી. આવા સમયે ચાહકોનું કહેવું હતું કે તેમને આ સન્માનમાં ચોક્કસપણે સામેલ કરવા જોઈતા હતા. હવે આ સમગ્ર મામલે ધર્મેન્દ્રના પત્ની અને દિગ્ગજ એક્ટ્રેસ હેમા માલિનીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 'બોલિવૂડ હંગામા' સાથેની વાતચીતમાં હેમા માલિનીએ કહ્યું કે, ધર્મેન્દ્રને પોતાની કારકિર્દીમાં એવોર્ડ્સ કરતાં દર્શકોના પ્રેમની વધુ દરકાર હતી. પતિની અવગણનાથી હેમા માલિની રોષે ભરાયા હેમા માલિનીએ કહ્યું કે, 'ખરેખર, આ શરમજનક બાબત છે. દુનિયાના અનેક ભાગોમાં વસતા કરોડો લોકો માટે જે કલાકાર આટલું મહત્ત્વ ધરાવે છે, તેમને નજરઅંદાજ કરવા એ તેમના (ઓસ્કર કમિટી) માટે શરમની વાત છે. ધરમજી દરેક જગ્યાએ જાણીતા અને લોકપ્રિય હતા.' જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, 'તેમને તેમના જીવનકાળ દરમિયાન ક્યારેય બહુ એવોર્ડ મળ્યા નથી. તો પછી તેઓ ઓસ્કરની પરવા શા માટે કરે? અમે બંને અમારા દેશમાં મળતા પ્રેમને જોઈને જ ખુશ હતા. પરંતુ એવોર્ડ હંમેશા તેમનાથી દૂર રહ્યા. મને પણ 'લાલ પથ્થર' અને 'મીરા' જેવી મારી શ્રેષ્ઠ ફિલ્મો માટે કોઈ એવોર્ડ મળ્યો નથી.' હેમા માલિનીના મતે, કોઈ કલાકાર માટે દર્શકોનું સન્માન અને સ્નેહ કોઈ પણ એવોર્ડથી મોટું હોય છે. આ દરમિયાન ઘણા ચાહકોએ સોશિયલ મીડિયા પર એ પણ જણાવ્યું કે, બ્રિટનના પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડમી ફિલ્મ પુરસ્કારમાં ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટ દરમિયાન ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અંગે હેમા માલિનીએ ખુશી પણ વ્યક્ત કરી હતી. ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક ગણાય છે. તેમણે પોતાની કારકિર્દીમાં રોમાન્સ, એક્શન અને કોમેડી જેવી અનેક શૈલીઓમાં કામ કર્યું અને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું. હાલમાં ઓસ્કરના ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાં તેમનું નામ સામેલ ન થવાને લઈને ચર્ચા ચાલી રહી છે, પરંતુ હેમા માલિનીનું માનવું છે કે ધર્મેન્દ્ર માટે દર્શકોનો પ્રેમ જ સૌથી મોટો પુરસ્કાર હતો. , ટેલેન્ટ હન્ટ જીતી ધર્મેન્દ્ર ફિલ્મોમાં આવ્યા, સંઘર્ષના દિવસોમાં ડિરેક્ટરના ગેરેજમાં રહ્યા પંજાબના નાનકડા ગામ નસરાલીમાં જન્મેલા ધર્મેન્દ્ર સરકારી સ્કૂલના હેડમાસ્ટરના દીકરા હતા, જેમને આજે પૂરા દેશમાં હી-મેનના નામે ઓળખવામાં આવે છે. 10માં ધોરણમાં દિલીપ કુમારની ફિલ્મો જોઈને ધરમ દેઓલો હીરો બનવાનું સપનું જોયું. એક ટેલેન્ટ હન્ટ કોમ્પિટિશને ધર્મેન્દ્ર અને હિન્દી સિનેમાને એકબીજા સાથે એટલા બાંધી દીધા કે આજે પણ આ બંનેને અલગ-અલગ વિચારવું અશક્ય છે. સંપૂર્ણ અહેવાલ વાંચો...
    Click here to Read More
    Previous Article
    'सबको माफ करते हुए जाओ..', Harish Rana Last Video देख लोग भावुक | Passive Euthanasia | Social List
    Next Article
    ભારતે જપ્ત કરેલા 3 ટેન્કર છોડવાની ઈરાને માગ કરી:ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા અંગેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment