Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં મીની ટેમ્પો ઘરમાં ઘૂસ્યો:માટલાના વેપારીને મોટું નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં આજે સાંજે એક મીની ટેમ્પો રહેણાંક ઘરમાં ઘૂસી ગયો હતો. આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, અંકિત મિલ્ક પેલેસના મીની ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન રોડ પર પાર્ક કરેલી એક કારને ટક્કર મારી સીધું જ ઘરમાં ઘૂસી ગયું હતું. જે ઘરમાં ટેમ્પો ઘૂસ્યો તે માટલાના વેપારીનું હતું. અકસ્માતમાં ઘરની અંદર અને બહાર રાખેલા મોટા પ્રમાણમાં માટલા તૂટી ગયા હતા, જેના કારણે વેપારીને આર્થિક નુકસાન થયું છે. ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સદનસીબે, આ સમગ્ર અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં યુવકનું કારમાં અપહરણ કરી કુહાડી-પાઈપથી મોતને ઘાટ ઉતાર્યો:PM રૂમ બહાર દલિત સમાજના ધરણાં; સાનભાન ખોઈ બેસેલી પત્નીએ કહ્યું-મરી જઈશ, મને મારો ભાવલો જોઈએ
    Next Article
    સુરેન્દ્રનગરમાં IG નિર્લિપ્ત રાયે ચેસ સ્પર્ધાનો શુભારંભ કર્યો:રાજકોટ રેન્જ IGની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક પણ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment