Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાકિર ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ:નાના ભાઈના વ્લોગમાં ખુલાસો થયો; કોમેડિયનના સ્વાસ્થ્યને લઈ ચાહકો ચિંતિત

    8 hours ago

    સ્ટેન્ડઅપ કોમેડિયન ઝાકિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે હોસ્પિટલમાં દાખલ જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઝાકિર ખાનના નાના ભાઈ અરબાઝ ખાને પોતાના રમઝાન વ્લોગમાં શેર કર્યો હતો. વ્લોગમાં તે દર્શકોને હોસ્પિટલનો તે રૂમ બતાવે છે, જ્યાં ઝાકિર દાખલ છે. ઝાકીર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ વીડિયોમાં ઝાકિર એક હોસ્પિટલના કપડાં પહેરેલો દેખાઈ રહ્યો છે, જેના પર લીલાવતી હોસ્પિટલનું નામ છપાયેલું છે. વીડિયોમાં ઝાકિર અને તેના ભાઈને ICC મેન્સ T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ મેચ જોતા પણ જોઈ શકાય છે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે ઝાકિર 5 માર્ચની આસપાસ હોસ્પિટલમાં દાખલ થયો. જોકે, હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સામે આવ્યું નથી અને એ પણ જાણકારી સામે આવી નથી કે, તે હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે કે નહીં. કોમેડિયનના સ્વાસ્થ્યને લઈ ચાહકો ચિંતિત વીડિયો સામે આવ્યા બાદ ફેન્સે સોશિયલ મીડિયા પર તેમની તબિયતને લઈને પ્રશ્નો પૂછ્યા અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. ઝાકિરે સ્ટેન્ડ-અપ કોમેડીમાંથી બ્રેક લેવાની વાત કહી હતી નોંધનીય છે કે, આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ઝાકિરે તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડીમાંથી બ્રેક લેવાની વાત કરી હતી. જાન્યુઆરીમાં હૈદરાબાદમાં એક શો દરમિયાન તેણે કહ્યું હતું કે, તે પોતાની તબિયત અને કેટલીક અન્ય બાબતો પર ધ્યાન આપવા માટે બ્રેક લેવા માંગે છે. જોકે, બાદમાં ઝાકિર ખાને સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અટકળો પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ સ્થિતિને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Mumbai’s longest road tunnel to be carved beneath SGNP from June
    Next Article
    'બ્રાહ્મણો જાઓ અને યૂરિન પીઓ':કેનેડામાં હિંદુ યુવક સાથે મારઝૂડનો VIDEO, ખાલીસ્તાનીએ ગાળો આપી; PM મોદીનો આભાર માનવા રેલી કાઢી હતી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment