Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેકલીન ફર્નાન્ડીઝે ગંગામાં માતાની અસ્થિઓનું વિસર્જન કર્યું:પિતા સાથે વારાણસી પહોંચી, કહ્યું- 'અમને સનાતન ધર્મ ખૂબ પસંદ છે'

    2 days ago

    બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝે રવિવારે તેમની માતાના અસ્થિઓનું વારાણસી ખાતે ગંગામાં વિસર્જન કર્યું હતું. આ દરમિયાન તેમના પિતા એલોય ફર્નાન્ડીઝ પણ તેની સાથે હાજર રહ્યા હતા. 'માતાને શ્રદ્ધાંજલિ આપવાનો આધ્યાત્મિક નિર્ણય હતો' આ દરમિયાન જેકલીને કહ્યું, અમને સનાતન ધર્મ ખૂબ પસંદ છે. તેથી અમે અમારી માતાના અસ્થિ લઈને કાશી આવ્યા છીએ. કાશીમાં ગંગાના પવિત્ર જળમાં અસ્થિ વિસર્જન કરવું એ અમારી માતાને શ્રદ્ધાંજલિ આપવાનો એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક નિર્ણય છે. જેકલીનની આ યાત્રા સંપૂર્ણપણે ખાનગી રહી. તે લગભગ દોઢ કલાક સુધી વારાણસીમાં રોકાઈ હતી. નોંધનીય છે કે, જેકલીન ફર્નાન્ડીઝનાં માતા કિમ ફર્નાન્ડીઝનું 6 એપ્રિલ, 2025ના રોજ નિધન થયું હતું. ચહેરો ઢાંકીને તાજ હોટલથી ઘાટ પહોંચી જેકલીન ફર્નાન્ડીઝ તાજ હોટલથી સીધી મણિકર્ણિકા ઘાટ પહોંચી હતી. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે પોતાના ચહેરાને કપડાથી ઢાંકી રાખ્યો હતો. જેથી તે સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ પૂજા-અર્ચના કરી શકે. જેકલીન પોતાના પિતા સાથે હોડી દ્વારા ગંગાની વચ્ચે પહોંચી. અહીં કાશી વિશ્વનાથ મંદિર સામે ગંગા નદીમાં તેણે માતાની અસ્થિઓનું વિસર્જન કર્યું. આ ધાર્મિક અનુષ્ઠાન વારાણસીના આચાર્ય વિકાસ પાંડેયના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયું. અનુષ્ઠાન પૂરું થયાના તરત જ બાદ જેકલીન મુંબઈ પરત ફરી. 2022માં કિમ ફર્નાન્ડિઝને હાર્ટ એટેક આવ્યો હતો જેકલીનની માતા કિમ ફર્નાન્ડિઝને વર્ષ 2022માં હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમની બહેરીનમાં સારવાર કરવામાં આવી હતી. કિમ ફર્નાન્ડિઝ બહેરીનની રાજધાની મનામામાં રહેતાં હતાં. જ્યારે, જેકલીન પોતાના કામના સંબંધમાં ભારતમાં રહે છે. એક ઇન્ટરવ્યુમાં જેકલીને પોતાની માતા વિશે કહ્યું હતું કે, 'જો મારો પિતા સાથે ક્યારેય ટકરાવ થતો હતો, તો મારી માતા જ વાતને સંભાળતી હતી. મારી માતાની કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ જ શાનદાર હતી. અવારનવાર તેમની જ વાત માનવામાં આવતી હતી.' જૅકલિનને એ પણ કહ્યું હતું કે, 'જો હું મારી માતા પર ક્યારેય પુસ્તક લખીશ, તો તેનું શીર્ષક ‘થ્રુ હર આઈઝ’ રાખીશ.' તેના માતાને ભારતીય કુર્તીઓ ખૂબ પસંદ હતી. એટલે જ જેકલીન અવારનવાર ભારતથી તેમના માટે કુર્તીઓ લઈ જતી હતી. કિમ 13 દિવસ ICUમાં રહ્યા, 6 એપ્રિલ 2025ના રોજ નિધન થયું 24 માર્ચે જેકલીન ફર્નાન્ડીઝની માતા કિમ ફર્નાન્ડીઝને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને ઇમરજન્સીમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં તેમની હાલત સતત ગંભીર રહી. તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. લગભગ 13 દિવસ સુધી સારવાર ચાલી. ત્યારબાદ 6 એપ્રિલ, 2025ના રોજ તેમનું નિધન થયું. એર હોસ્ટેસ રહી ચૂક્યા હતા કિમ ફર્નાન્ડીઝ જેકલીનની માતા કિમ ફર્નાન્ડીઝ મલેશિયાના નાગરિક હતાં. તેઓ વ્યવસાયે એર હોસ્ટેસ રહી ચૂક્યાં છે. તેમણે શ્રીલંકાના બિઝનેસમેન એલોય ફર્નાન્ડીઝ સાથે લગ્ન કર્યાં હતાં. કિમ અને એલોય ફર્નાન્ડીઝને 4 બાળકો છે.
    Click here to Read More
    Previous Article
    Half-awake, fully armed: Why crocodiles never truly ‘switch off’
    Next Article
    રાજ્યસભા ચૂંટણી-ઓડિશામાં BJP-BJDના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી:કોંગ્રેસના 3 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ; હરિયાણામાં INLDના ધારાસભ્ય મતદાન નહીં કરે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment