Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી સંદર્ભે સિંગલ જજનો ચુકાદો:વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા સુધી યથાવત; કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ચૂંટણી લડવા અયોગ્ય

    20 hours ago

    બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર આજે(16માર્ચ) હાઈકોર્ટના સિંગલ જજે ચુકાદો જાહેર કર્યો છે. વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનાવણી બાદ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને BCAની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા છે. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઇકોર્ટે રદ્દ કર્યો છે. પરિણામ જાહેર કરવામાં ચૂંટણી અધિકારીને સૂચના આપવામાં આવી છે. જો કે રિસ્પોન્ડન્ટની વિનંતી ઉપર વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા વધારવામા આવી છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ડબલ જજની બેન્ચમાં સિંગલ જજના ચુકાદા સામે અપીલમાં જશે. હજુ પણ આગામી બે અઠવાડિયા બરોડા ક્રિકેટ એસોસિયેશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી મૂળ ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિયેશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022ના ચુકાદા મુજબ 9 વર્ષ સુધી હોદ્દા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારાઈ નહોતી જેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી. ‘સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનને સુધારાયું’ બરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરળ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબૂ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. ‘BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી’ ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારી અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે. જો કે ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ તેની ઉપર અત્યારે સ્ટે આપી શકાય તેમ નથી. જો અરજીને નકારી દેવામાં આવે તો તેનો હેતુ માર્યો જાય તેમ છે. રોયલ સત્યમેવ જયતે ગ્રૂપ અને રિવાઇવલ ગ્રૂપના 62 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ 15 ફેબ્રુઆરી, 2026એ બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. 2064 મતદારમાંથી 1430 મત પડ્યા હતા. આમ 69.28 ટકા મતદાન થયું છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપ અને રિવાઇવલ ગ્રુપના 62 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. કિરણ મોરે સામેના ઉમેદવારના સમર્થનમાં નયન મોંગિયા મતદાન માટે સવારથી જ ભીડ જામી હતી. આ ચૂંટણીમાં વડોદરા શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થઈ રહી છે. જો કે દર્શન બેંકરના સપોર્ટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ વિકેટ કિપર નયન મોંગિયા પણ ઉતર્યા હતા. હાઇકોર્ટમાં પિટિશન કરનારા રામચંદ્ર પ્રજાપતિ મીડિયાના સવાલથી મુઠ્ઠીઓ વાળી ભાગ્યા હતા. રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું હતું વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઈવલ ગ્રૂપ સામે ચૂંટણી લડી છે. રોયલ સત્યમેવ જયતે જ આવવાની છે: રામચંદ્ર પ્રજાપતિ આ ચૂંટણીને લઈ હાઇકોર્ટમાં પીટીશન કરનાર રામચંદ્ર પ્રજાપતિ મીડિયાના સવાલોથી ભાગ્યા હતા. BCAના મેમ્બર રામચંદ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મે વોટ કરી દીધો છે. રોયલ સત્યમેવ જયતે જ આવવાની છે. એમાં કોઈ સવાલ જ નથી આવતો. જ્યારે મતપેટી ખુલશે ત્યારે ખબર પડી જશે કે શું પરિણામ આવે છે. તમે હાઈકોર્ટમાં કેસ કેમ કર્યો? તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે, સોરી, એ બાબતે કોઈ જવાબ નહીં આપું. મને કોઈએ કેસ કરવા માટે નથી કીધું. મેં મારી જાતે જ કેસ કર્યો છે. ‘મને કોઈએ સોપારી આપી નથી’ તમને કોઈએ આ કેસ કરવા માટે ‘સોપારી’ આપી હતી? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, મને કોઈએ સોપારી આપી નથી, મેં મારા હિત માટે જ કેસ કર્યો છે. માટલાની દુકાન ચલાવનાર મોંઘા વકીલો કેવી રીતે રોકી શકે? તમે સામાન્ય માણસ છો, માટલાની નાની દુકાન ચલાવો છો. તો પછી આટલા મોંઘા વકીલો તમે કેવી રીતે રોક્યા? તમને ફંડિંગ ક્યાંથી મળ્યું? શું કોઈએ તમને ફંડ આપ્યું છે?, જવાબ આપો, (કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી જાય છે અને ભાગવા માંડે છે).ત્યાર બાદ મીડિયા કર્મીઓ તેમની પાછળ જાય છે પણ તેઓ પાછું વળવાનું નામ લેતા નથી.
    Click here to Read More
    Previous Article
    ચાર સગીરનો SSCના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો:ત્રણ ઘા ઝીંકતા ગંભીર, અઢી મહિના પહેલાં ઓનલાઇન ચપ્પુ મંગાવી રાખ્યું'તું, ડાન્સ સમયે પગ વાગતા અદાવત રાખી
    Next Article
    Kinjal Rabari LIVE | Thakarshi Rabari ના નિવેદ બાદ કિંજલ રબારીનું મોટું નિવેદન | Rabari Samaj | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment