Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી, વાંકાનેર, હળવદમાં ત્રણ અપમૃત્યુ:વીજ શોક, ઝેરી દવા અને બીમારીથી મોત

    14 hours ago

    મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. આ ઘટનાઓમાં એક બાળક, એક યુવાન અને એક મહિલાનું મોત થયું છે. મોરબીમાં બાળકનું વીજ શોકથી, વાંકાનેરમાં યુવાનનું ઝેરી દવા પીવાથી અને હળવદમાં મહિલાનું બીમારીના કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં, જેતપર રોડ પર સોમનાથ પેટ્રોલ પંપ સામે નવઘણભાઈના ઝૂંપડા પાસે રહેતા સવજીભાઈ વાજવેલીયાના સાત વર્ષીય પુત્ર લવજી ઉર્ફે રવજીને ગત 1 માર્ચના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં વીજપોલ પાસે રમતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. તેને તાત્કાલિક મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર નજીક નવા ધમલપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ધરમશીભાઈ ભરતભાઈ અબાસણીયા (ઉંમર 32) એ ગઈકાલે રાત્રે આઠ વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં તેમનું મોત થયું હતું. મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં ભાવેશભાઈ પરમારની વાડીએ રહીને મજૂરી કામ કરતી સુમનીબેન મહેન્દ્રભાઈ નાયકા (ઉંમર 20) નામની મહિલાને બીમારી સબબ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના પતિ મહેન્દ્રભાઈ નાયકા (ઉંમર 25) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં પવનથી ગરમીમાં આંશિક રાહત:તાપમાન 34°C, UV ઇન્ડેક્સ 9; સાવચેતી જરૂરી
    Next Article
    હાપા યાર્ડમાં અત્યાધુનિક વેગન શેડ તૈયાર:રૂ. 45.41 કરોડના ખર્ચે બન્યો, મરામત ક્ષમતા વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment