Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓવરસ્પીડમાં વાહન ચાલકને રોકતા હોબાળો:પરિવારે સાબરમતી રિવરફ્રન્ટ પીઆઇ અને સ્ટાફને પટ્ટા અને વર્દી ઉતરાવી લેવાની ધમકી આપી

    11 hours ago

    શહેરના રીવરફ્રન્ટ પર નાઇટમાં નોકરી દરમિયાન ઓવર સ્પીડમાં આવનાર વાહન ચાલકને રોકતા પરિવારે સાબરમતી પીઆઇ અને પોલીસ સ્ટાફને પટ્ટા અને વર્દી ઉતરવાની ધમકી આપી હતી.દંપતી અને તેમના દીકરાઓએ પોલીસને ગાળ આપી ખોટા આક્ષેપો કરીને ટોળું પણ ભેગું કર્યું હતું.આ અંગે પોલીસે ગુનો નોધી ચારેયની ધરપકડ કરી છે. પોલીસે લાઈસન્સ માગતા જોરથી બૂમો પાડવા લાગ્યા સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જગદીશભાઇએ ફરિયાદ નોંધાવી છે કે ગત મોડી રાતે તેઓ સાબરમતી રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન વાઘેલા અને સ્ટાફના કર્મચારીઓ હાજર હતા ત્યારે વલ્લભસદન પાસે રાતે 12:30 વાગે ઊભા રહીને રોંગ સાઈડમાં આવતા વાહનો ચાલકોને સમજાવીને મોકલવામાં આવતા હતા. દરમિયાન એક ટુ વ્હીલર ઉપર બે યુવકો આવ્યા હતા જે રોંગ સાઈડમાં હોવાથી તેમને રોકીને તેમની પાસે લાયસન્સ અને કાગળ માંગ્યા હતા પરંતુ કાગળ ન હોવાથી બંને જણાએ પોલીસ પર ઉશ્કેરાઈને જોરથી બૂમો પાડવા લાગ્યા અને આક્ષેપો કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. દીકરાઓનું ઉપરાણું લઈ માતાપિતાએ પોલીસને ધમકાવ્યા બંને યુવકોના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દીકરાનો ઉપરાણું લઈને પોલીસની ફરજમાં રૂકાવટ કરી મોબાઈલ ફોનથી પોલીસનો વીડિયો ઉતારીને બોલવા લાગ્યા હતા કે તમારા પટ્ટા તેમજ વર્ધી ઉતારવી દઈશું.આસપાસ લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું જેથી પોલીસે બીજી ગાડી બોલાવીને જાણ કરી હતી.પોલીસ દ્વારા માતા-પિતા અને તેમના બંને દીકરાઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.પોલીસની ફરજમાં રૂકાવટ બદલ યજ્ઞેશ પંડ્યા તેમના પત્ની બીના પંડ્યા પુત્ર ગૌરવ પંડ્યા અને દેવ પંડ્યા વિરુદ્ધ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ચારેની ધરપકડ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબથી વેપારીઓ પરેશાન:વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો, ટ્રાફિક જામ ને ઉડતી ધૂળથી લોકો ત્રસ્ત
    Next Article
    વલસાડમાં પવનથી ગરમીમાં આંશિક રાહત:તાપમાન 34°C, UV ઇન્ડેક્સ 9; સાવચેતી જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment