Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકાર્પણના એક અઠવાડિયામાં ડુમસ સી ફેસમાં ગંદકી:લોકજાગૃતિ માટે સુરત પાલિકાએ સ્પેશિયલ સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવું પડ્યું

    8 hours ago

    સુરત શહેરના મનોરંજન અને પ્રવાસન ક્ષેત્રે એક નવું છોગું ઉમેરાયું છે, ડુમસ સી-ફેસ 8 માર્ચ 2026ના રોજ જ્યારે આ ભવ્ય પ્રોજેક્ટને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આ ઉત્સાહની સાથે નાગરિક શિસ્તનો અભાવ પણ જોવા મળ્યો, જેના પરિણામે લોકાર્પણના એક જ અઠવાડિયામાં આ સુંદર સ્થળ કચરાપેટીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લેતા સુરત મહાનગરપાલિકાના કમિશનરે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાનના આદેશ આપ્યા છે. લોકાર્પણના પ્રથમ અઠવાડિયામાં જ ગંદકી 8 માર્ચના રોજ ડુમસ સી-ફેસના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને સંબોધતા અત્યંત ભાવુક અને મક્કમ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કરોડોના ખર્ચે સુવિધાઓ ઉભી કરી શકે છે, પરંતુ તેની જાળવણી રાખવી એ નાગરિકોના હાથમાં છે. તેમણે ખાસ કરીને પાનની પિચકારી મારીને દીવાલો ગંદી ન કરવા અને પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેંકવા વિનંતી કરી હતી. તેમ છતાં, લોકાર્પણના પ્રથમ અઠવાડિયામાં જ આ અપીલની અવગણના થતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ગંદકીના વીડિયો વાયરલ થયા આ શનિવારે હજારોની સંખ્યામાં લોકો ડુમસ સી-ફેસની મુલાકાતે ઉમટી પડ્યા હતાં. લોકોના ભારે ધસારાને કારણે ખાણી-પીણીની લારીઓ અને સહેલાણીઓ દ્વારા ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના કપ, પ્લેટ્સ અને એઠવાડને કારણે સી-ફેસની સુંદરતા પર ગ્રહણ લાગ્યું હતું. ગંદકીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં જાગૃત નાગરિકોએ તંત્ર અને બેજવાબદાર લોકો સામે રોષ ઠાલવ્યો હતો. SMCએ સફાઈ અભિયાન ચાલુ કરવું પડ્યું સુરત મહાનગરપાલિકાના કમિશનરની સીધી સૂચના મુજબ ડુમસ સી-ફેસ ખાતે એક મોટી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ માત્ર સફાઈ પૂરતી સીમિત ન રહેતા 'જનજાગૃતિ' લાવવા પર વધુ કેન્દ્રિત હતી. 70થી 80 જેટલા લોકોએ મહેનત કરીને સી-ફેસને ચમકાવ્યો આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા હતા. અઠવા ઝોનના આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર અને મુખ્ય આરોગ્ય નિરીક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 12થી 15 જેટલા સુપરવાઈઝરોએ સ્થળ પર રહીને મોનિટરિંગ કર્યું હતું અને સુરતના 5 અલગ-અલગ ઝોનની બિન-સરકારી સંસ્થાઓ NGOની ટીમો સ્વયંસેવક તરીકે જોડાઈ હતી. અંદાજે 70થી 80 જેટલા લોકોએ સતત મહેનત કરીને સી-ફેસને ચમકાવ્યો હતો. સ્પીકર લગાવી લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યા કચરો ઉપાડવાથી સમસ્યાનો અંત આવતો નથી તેથી SMCએ બિહેવિયરલ ચેન્જ લાવવા માટે સફાઈ કામદારોએ ફરવા આવેલા લોકોને સૂકો અને ભીનો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં કેમ નાખવો જોઈએ તેની પ્રત્યક્ષ સમજ આપી હતી. મોટા સ્પીકર લગાવી લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યા હતા અને જ્યાં ત્યાં કચરો ન નાખવા અપીલ કરવામાં આવી હતી સૂત્રો દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સાથે આરોગ્યની દ્રષ્ટિએ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે સૂકો શનિવાર અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. જાહેર સ્થળો પર પાણીનો ભરાવો ન થાય અને સફાઈ જળવાય તે માટે ભાર મૂકવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    સાઇકલવાળાને કહ્યું ‘હું પડુ છું જોજો ને કેનાલમાં કૂદી ગયો’:વડોદરામાં યુવકે આપઘાત કરતા દુકાન માલિકે બુમાબુમ કરી મૂકી, અઠવાડિયાથી કહેતો'તો હું આજે કેનાલમાં પડીને મરી જઈશ
    Next Article
    AI writes buggy code. A Silicon Valley startup wants to fix it.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment